મુંબઇમાં અન્ડર કન્સ્ટ્રક્શન ઓવરબ્રીજ ધરાશાયી થયો
મુંબઈ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં શુક્રવારે વહેલી સવારે એક મોટી દૂર્ઘટના સર્જાઈ છે. બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ વિસ્તારમાં એક બાંધકામ હેઠળનો ફ્લાયઓવર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં લગભગ ૧૩ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હજુ પણ અન્ય લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, દુર્ઘટના શુક્રવારે સવારે ૪ઃ૪૦ વાગ્યે સર્જાઈ હતી અને મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ પાસે એક બાંધકામ હેઠળના ફ્લાયઓવરનો એક ભાગ તૂટી પડ્યો હતો. અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે અને લોકોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. ડીસીપી (ઝોન ૮) મંજુનાથ સિંગેએ જણાવ્યું હતું કે, બીકેસી મેઇન રોડ અને સાન્તાક્રુઝ-ચેમ્બુર લિંક રોડને જાેડતા અંડર કન્સ્ટ્રક્શન ફ્લાયઓવરનો એક ભાગ વહેલી સવારે ૪ઃ૩૦ વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. ૧૩ લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોઈ જાનહાનિ નથી અને કોઈ વ્યક્તિ ગુમ નથી. ત્યારે વહેલી સવારે મુંબઈના માનખુર્દ વિસ્તારમાં સ્ક્રેપ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી. ઘટના સ્થળે ૬ ફાયર ટેન્કર હાજર છે અને ફાયર ફાઇટરો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી.SSS