Western Times News

Gujarati News

મુંબઇમાં આગામી ૩ દિવસ હાઇ-ટાઇડની સ્થિતિ જાેવા મળશે

મુંબઇ, મુંબઇમાં આગામી ત્રણ દિવસ સુધી મોટી ભરતીને કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળવાના હોવાથી લોકોને સમુદ્ર તટથી દૂર રહેવાની મહાપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સુચનાઓ આપવામા આવી છે,આ સમયગાળા દરમ્યાન શહેરમા મૂશળધાર વરસાદ પડશે તો શહેરમાં ક્યાક જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાય તેવુ અનુમાન લગાવવામા આવી રહ્યુ છે.

જે અંગે બીએમસીના જણાવાયા અનુસાર જૂન મહિનામાં ૧૩મી તારીખથી હાઇટાઇડની શરૂઆત થઇ છે.ત્યારે ૧૬મી જૂને બપોરે ૧ઃ૩૫ વાગ્યે,૧૭મી જૂને બપોરે ૨ઃ૨૫ વાગ્યે જ્યારે ૧૮મી જૂને બપોરે ૩ઃ૧૬ વાગ્યે હાઇ-ટાઇડને લીધે દરિયામાં ૧૨ થી ૧૫ ફૂટ સુધીના મોજા ઉછળશે તેવુ પણ કહેવામા આવી રહ્યુ છે.

આ સિવાય જુલાઇમાં ૧૩,૧૪,૧૫,૧૬,૧૭ અને ૧૮ તારીખે મોટી ભરતી આવશે,જ્યારે ઓગસ્ટમાં ૧૧ થી ૧૫ ઓગસ્ટ સુધી હાઇ-ટાઇડની સ્થિતિ રહેશે.સપ્ટેમ્બરમા ૯ થી ૧૩મી તારીખ સુધી હાઇ-ટાઇડ જાેવા મળશે.આમ આ ચોમાસા દરમિયાન ૨૧ દિવસ દરિયામાં મોટી ભરતીને કારણે લોકોને તકેદારી લેવાની સૂચના આપવામાં આવી છે.hs2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.