મુંબઇમાં એક્સપ્રેસ ટ્રેનો એકબીજા સાથે અથડાતા ૩ ડબ્બા પાટા પરથી ઉતર્યા
મુંબઇ, શુક્રવારે રાત્રે મુંબઈના માટુંગા સ્ટેશન પર પુડુચેરી એક્સપ્રેસ (૧૧૦૦૫)ના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. મધ્ય રેલવેના પ્રવક્તાએ આ માહિતી આપી છે.
જેના કારણે મધ્ય રેલ્વેના વાહનવ્યવહારને અસર થઈ છે. રેલવે રૂટ પર બંને તરફથી આવતી ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે. માહિતી મળતાની સાથે જ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
જીઆરપી મુંબઈના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું છે કે રેલવે પ્રશાસન સાથે સંકલન કરીને, તેઓ ફસાયેલા મુસાફરો માટે સહાયની વ્યવસ્થા કરી રહ્યા છે. મુસાફરોને કટોકટીની સ્થિતિમાં સહયોગ કરવા અને ૧૫૧૨ ડાયલ કરવા વિનંતી કરવામાં આવે છે.HS