મુંબઇમાં કોરોનાથી મરનારાઓમાં સૌથી વધુ ઉમરલાયક વૃધ્ધો
મુંબઇ, સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે ભારત પણ બહું જ ખરાબ રીતે કોરોનાથી પ્રભાવિત છે જાે સૌથી વધુ રાજયોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં તેનું પ્રમાણ ખુબ વધારે છે જાે કે મહારાષ્ટ્રની સમસ્યા ઓછી થવાની જગ્યાએ વધી રહી છે ખાસ કરીને મુંબઇની બીએમસી સતત દાવો કરી રહ્યું છે કે મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે જાે કે અહીંના આંકડા બતાવે છે કે કોરોનાને કારણે વરિષ્ઠ નાગરિકો માટે કોરોના રાળ બની ગયો છે.
મુંબઇમાં કોરોનાથી ૮૫૦૨ લોકોના મોત થયા છે.જેમાં ૬૦ વર્ષની વધુ ઉમરના દર્દીઓમાં મરનારના આંકડા ૫૧૨૬ છે આ સરેરાશ થયેલા મોતના ૬૦.૨૯ ટકા છે જે ધણી ચિંતાનો વિષય આ દરમિયાન મુંબઇમાં ૧૫ દિવસમાં ૪૫૧ વૃધ્ધોના મોત થાય છે જેમાં સૌથી વધુ વૃધ્ધ હતાં.
આંકડા પર નજર નાખીએ તો ૬૦-૬૯ વર્ષના ૨૪૧૮ લોકોના મોત થયા છે ૭૦-૭૯ વર્ષના ૧૮૦૭ લોકોના મોત નિપજયા છે ૮૦-૮૯ વર્ષના ૮૦૯ લોકોના મોત થયા છે જયારે ૯૦ વર્ષથી વધુ ઉમરના ૯૨ ઉમરના ૯૨ લોકોના મોત નિપજયા છે.
ભારતમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે એક જ દિવસમાં ભારતમાં વધુ ૮૦ હજાર ૩૭૬ કેસ નોંધાયા છે જેના કારણે દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૫૬ લાખ ૪૦ હજારને પાર પહોંચી ગયો છે અત્યાર સુધીમાં ભારતમાં કોરોના થયા બાદ કુલ ૪૫ લાખ ૮૧ હજાર લોકો સાજા થઇ છે હાલ ભારતમાં ૯ લાખ ૬૭ હજાર કોરોના એકિટવ કેસ છે.અત્યારસુધીમાં દેશમાં કોરોનાથી કુલ ૯૦ હજાર ૨૧ લોકોના મૃત્યુ થયા છે દેશમાં ૧૭ રાજયોમાં ૧ લાખથી વધુ કેસ નોંધાયા છે.સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧૨ લાખ ૪૨ હજાર કોરોના કેસ નોંધાયા છે સૌથી ઓછા મિઝોરમમાં ૧ હજાર ૬૯૧ છે.HS