મુંબઇમાં કોરોનાના નવા કેસમાં આંશિક રાહત: નવા કેસ ૧૩ હજારથી વધુ,૫ દર્દીનાં મોત

મુંબઇ, મુંબઈમાં કોરોનાનો નવો આંકડો સામે આવ્યો છે. આર્થિક રાજધાનીમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. મ્સ્ઝ્ર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર મુંબઈમાં કોરોનાના ૧૩૬૪૮ નવા કેસ નોંધાયા છે. બીજી તરફ કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૨૭૨૧૪ નોંધાઈ છે.
આજે મુંબઈમાં કોરોના સંક્રમણને કારણે ૫ દર્દીઓના મોત થયા છે. દેશની આર્થિક રાજધાનીમાં નોંધાયેલા ૧૩૬૪૮ કેસમાંથી ૭૯૮ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈમાં ૩૫૨૬૬ બેડમાંથી ૭૪૦૮ બેડ હાલમાં ખાલી છે. મુંબઈમાં ૧૬૮ ઈમારતો સીલ કરવામાં આવી છે. મુંબઈમાં આજે ૩૦ સક્રિય કન્ટેઈનમેન્ટ ઝોન છે.
અગાઉ રવિવારે સતત બીજા દિવસે શહેરમાં કોવિડ -૧૯ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. રવિવારે મુંબઈમાં ૧૯,૪૭૪ નવા કેસ નોંધાયા હતા. શનિવારે નોંધાયેલા ૨૦,૩૧૮ કેસ કરતાં શનિવારે ૪% ઓછા કેસ નોંધાયા હતા.
મહારાષ્ટ્રમાં દરરોજ કોરોના ભયંકર ઝડપે વધી રહ્યો છે. નવા વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં દરરોજ નવા સંક્રમણના કેસોમાં આશ્ચર્યજનક વધારો જાેવા મળી રહ્યો છે. રવિવારે, ૯ જાન્યુઆરીએ, અહીં ચેપના ૪૪ હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. એકલા મુંબઈમાં ૨૦ હજાર ૩૧૮ કેસ નોંધાયા છે.SSS