મુંબઇમાં ગુજરાતી આર્ટીસ્ટ ડિરેકટરીનું લોકાર્પણ
ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી મુંબઈ ખાતે ગુજરાતી આર્ટિસ્ટ ડિરેક્ટરી 2021-22નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જાણીતા લેખક પ્રવીણ સોલંકી, નાટ્ય કર્મી લલીત શાહ, કલાકાર અનુરાગ પ્રપન્ના તથા વેનિટી સમ્રાટ કલાપ્રેમી, કેતન રાવલ અને જીતેન્દ્ર ઠક્કર સહિતના અનેક કલાકારોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે જાણીતા કલાકાર દિગ્દર્શક અરવિંદ વૈદ્ય, કલાકાર રાજુલ દિવાન, હિન્દી સિરીયલના કલાકાર અજય નૈન, ઝરૂખોના નિરંજન પંડ્યા તથા અનેક જાણીતા કલાકારો ઉપસ્થિત હતા.
કલાકાર ડિરેક્ટરીમાં લગભગ 300 ઉપરાંત કલાકાર-કસબીઓની વિગત આપવામાં આવી છે. આ ડિરેક્ટરીમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને પરદેશમાં વસતા નાટ્ય અને ટીવી ફિલ્મ જગતના ગુજરાતી કલાકારની વિગતો પ્રકાશિત કરવામાં આવી છે.
અમદાવાદ ખાતે આ ડિરેક્ટરી રવિશંકર રાવળ કલાભવન લો ગાર્ડન પાસે, ઓફિસ સમય દરમ્યાન તથા મુંબઈ ખાતે ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી ખાતે, ઓફિસ સમય દરમ્યાન ઉપલબ્ધ છે. કલાજગત માટે નિર્માતાઓ માટે આ ડિરેક્ટરી ખૂબ જ ઉપયોગી સાબીત થશે.
ડિરેક્ટરીના સંપાદક છે કલા સેતુના તંત્રી જીતેન્દ્ર ઠક્કર અને સહતંત્રી રાજેશ ઠક્કર.. બાબુલ ભાવસારનો સહયોગ સાંપડ્યો છે.