મુંબઇમાં ચર્ચિત મેટ્રો કાર શેડ પ્રોજેકટ પર રોક લગાવાઇ
મુંબઇ, બોમ્બ હાઇકોર્ટે મુંબઇમાં વિવાદિત મેટ્રો કાર શેડ પ્રોજેકટ પર રોક લગાવી દીધી છે.આ આદેશ મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકારને આંચકો માનવામાં આવે છે.ગત વર્ષ આરેમાં આ પ્રોજેકટના નિર્માણને લઇ વિવાદ થયો હતો ત્યાપબાદ તેને કાંજુર માર્ગ પર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો હવે તેના પર હાઇકોર્ટે રોક લગાવી દીધી છે. હાઇકોર્ટે મુંબઇ મહાનગર ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ)ને યથાસ્થિતિ બનાવી રાખવા માટે કહ્યું છે.આરેમાં સુરક્ષિત વન ભૂમિ પર શેડ બનાવવાનો ભારે વિરોધ થયા બાદ મુંબઇના કાંજુર માર્ગ પર મેટ્રો કાર શેડનું નિર્ણાણ થનાર હતું હવે મહારાષ્ટ્ર સરકાર શેડ નિર્માણ માટે ભૂમિ ફાળવણીને લઇ ૧૫ ઓકટોબર ૨૦૨૦ના રોજ જારી આદેશ પાછુ લેવા માટે તૈયાર થઇ ગઇ છે.ગત સુનાવણી દરમિયાન રાજય સરકારે બીજા પક્ષોની વાત સાંભળવા માટે તૈયાર થઇ ગઇ હતી રાજય સરકારે કહ્યું હતું કે
મુંબઇ કલેકટરનો નિર્ણય નિયમાનુસાર હતો આમ છતાં રાજય સરકાર બીજા પક્ષોની વાત સાંભળવા તૈયાર છે.
આ મામલે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે મુંબઇ કલેકટરનો નિર્ણય નિયમાનુસાર ન હતો તેને રદ કરવો જાેઇએ મુંબઇના ખાનગી ડેવલપર ગોરોડિયાએ પણ એમએમઆરડીએના કાંજુર માર્ગ મેટ્રો કાર શેડ પ્રોજેકટને તાકિદે રોકવાની માંગ કરી હતી.HS