Western Times News

Gujarati News

મુંબઇમાં નવજાત બાળકોનું ખરીદ-વેચાણ કરતા ગેંગનો પર્દાફાશ, ડોક્ટર- નર્સ સહિત નવ લોકોની ધરપકડ

પ્રતિકાત્મક

મુંબઇ, મુંબઇમાં ક્રાઇમ બ્રાંચે એક એવા ગેંગનો પર્દાફાશ કર્યો છે જેઓ નવજાત બાળકોનું ખરીદ વેચાણ કરતી હતા. આ મામલે પોલીસે કુલ 9 લોકોની ધરપકડ કરી છે, જેમાં સાત મહિલા અને બે પુરુષોનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા લોકોની અંદર એક ડોક્ટર, એક નર્સ તો એક લેબ ટેકનિશિયન છે.

ક્રાઇમ બ્રાંચના એક અધિકારીએ જણાવ્યું કે આ ગેંગ બાળકોના જન્મદાતાઓ પાસેથી 60 હજારથી 1.50 લાખ રુપિયામાં બાળકોની ખરીદી કરતી હતા અને બાદમાં તેને 2.5 લાખથી 3 લાખની અંદર વેચતા હતા. જે દંપતિઓને બાળકો ના હોય તેમને આ ગેંગ બાળક વેચતી હતી.

ક્રાઇમ બ્રાંચે જે લોકોની ધરપકડ કરી છે તેમાં રુપાલી વર્મા (30), ગુલશન ખાન (38),  નિશા અહિરે (38), ગીતાંજલિ ગાયકવાડ (38, નર્સ), આરતી સિંહ (29, લબ ટેકનિશયન) અને ધનંજય બોગે (58, ડોક્ટર)નો સમાવેશ થાય છે. પોલીસે અન્ય ત્રણ આરોપીઓના નામ ગુપ્દત રાખ્યા છે. જેમાંથી બે આરોપી બાળકના જન્મદાતા છે અને એક આરોપીએ બાળકને ખરીદ્યુ છે.

અધિકારીના જણાવ્યા પ્રમાણે તેમને આ વાતની જાણકારી મળી હતી કે બાંદ્રાના ખેરવાડી વિસ્તારમાં કેટેલાક લોકોએ નવજાત બાળકોને વેચ્યા છે. તો કેટલાક લોકોએ બાળક વેચવામાં તેમની મદદ કરી છે. ત્યારબાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું અને ત્રણ લોકોની ધરપકડ કરી. તેમની પુછપરછ કરતા આ ગેંગની માહિતિ મળી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.