મુંબઇમાં ફરીથી એકવાર કોરોના વાયરસની રિએન્ટ્રી
મુંબઈ, દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ફરી એકવાર કોરોના વાયરસની રિએન્ટ્રી થઇ છે. કોરોનાએ ફરી માથુ ઉંચકતા સરકાર ચિંતિત થઇ છે. મુંબઇમાં છેલ્લા ૨૪ કલાકની અંદર જીવલેણ કોરોનાના ૨૦૫૪ નવા કેસો સામે આવ્યા છે, અને બે લોકોના મોત પણ થયાના સમાચાર છે.
કોરોના અંગે મુંબઇ મહાનગરપાલિકા (બીએમસી)એ બતાવ્યુ કે મહાનગરમાં અત્યાર સુધી કૉવિડ-૧૯ના સામે આવેલા કુલ કેસોની સંખ્યા વધીને ૧૦ લાખ ૯૨ હજાર ૫૫૭ થઇ ગઇ છે. મહાનગર પાલિકાએ બતાવ્યુ કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન બે દર્દીઓના મોત થઇ ગયા છે અને અહીં ૧૯ હજાર ૫૮૨ લોકો મહામારીમાં જીવ ગુમાવી ચૂક્યા છે.
બીએમસી અનુસાર, શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૭૪૩ દર્દીઓ સાજા થયા છે, જેની સાથે અત્યાર સુધી ૧૦ લાખ ૫૯ હજાર ૩૬૨ દર્દીઓ ઠીક થઇ ચૂક્યા છે. બીએમસી અનુસાર હાલમાં મુંબઇમાં ૧૩ હજાર ૬૧૩ દર્દીઓ સારવાર હેઠળ છે.
વળી, જાે વાત આખા મહારાષ્ટ્રની કરીએ તો શનિવારે કોરોનાના ૩૮૮૩ નવા કેસો નોંધાયા છે. જેમાંથી ૨૦૫૪ સંક્રમિતો રાજધાની મુંબઇના છે. વળી, છેલ્લા ૨૪ કલાકમાં બે કોરોના દર્દીઓનો મોત થયા છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ જાણકારી આપી કે ,મહારાષ્ટ્રમાં એક દિવસ પહેલા કોરોનાના ૪,૧૬૫ નવા કેસો આવ્યા હતા, અને વાયરસના કારણે ત્રણ દર્દીઓના મોત થઇ ગયા હતા.ss1kp