મુંબઇમાં ભંગારનાં ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી
મુંબઇ, આર્થિક રાજધાની કહેવાતી મુંબઇનાં માનખુર્દ વિસ્તારમાં એક ભંગારનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. શુક્રવારે થયેલી આ દુર્ધટનામાં હજુ સુધી કોઇ જ જાનહાનીનાં સમાચાર નથી. આ વાતની જાણકારી ફાયર ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓએ આપી છે.
દુર્ધટનાની સૂચના મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ફાયરવિભાગનાં એક અધિકારીએ જાણકારી આપી છે આ ઘટના મોડી રાત્રે થઇ છે. તેમણે કહ્યું કે, ‘અમે આગળની જાણકારી રાત્રે આશરે ૩ વાગ્યે મળી. ૧૨ ફાયર એન્જિન, ૧૦ ટેન્કરોની સાથે ૧૫૦ ફાયરવિભાગનાં કર્મીઓએ આગ ઓલવવાનું કામ માટે ગોઠવવામાં આવ્યાં છે.
કોઇનાં આહત થવાનાં સમાચાર નથી. સપ્ટેમ્બરમાં પૂર્વ ઉપનગર માનખુર્દનાં મંડલા કબાડ બજારમાં શુક્રવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ દરમિયાન કોઇનાં ઘાયલ થવાની સૂચના નથી.
નગર નિગમ અધિકારીનાં જણાવ્યાં અનુસાર, વીર જીજામાતા ભોસલે માર્ગ સ્થિત ભંગારનાં બજારમાં વહેલી સવારે ચાર વાગ્યે આગ લાગી હતી. આગમાં બજારની સાતથી આઠ દુકાનો આગની ચપેટમાં લાગી છે. આ બજારમાં ખાલી રાસાયણિક ડ્રમ સહિત વિભિન્ન પ્રકારનો ભંગાર હતો.SSS