મુંબઇમાં ભારે વરસાદથી હાલત કફોડી- અનેક વિસ્તારો જળબંબાકાર
પવનના કારણે વિજિબિલિટી ઘટી જતા વિમાની સેવાને પણ અસર – ભારે વરસાદ જારી રહેવાની આગાહી
મુંબઇ, દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોનસુનની ધીમી ગતિથી શરૂઆત થયા બાદ મોનસુને હવે ગતિ પકડી લીધી છે.
શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો આજે જળબંબાકાર બની ગયા હતા. પાણી ભરાઇ જવાના કારણે ભારે અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તોફાની પવનની સાથે વરસાદ પડતા વિજિબિલિટી ઘટી ગઇ હતી. જેના કારણે લોકલ ટ્રેન સેવા પર અસર થઇ હતી. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઇ અને આસપાસના વિસ્તારો તેમજ મહરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન સેવા પણ ખોરવાઇ ગઇ છે. વિમાની સેવાને પણ અસર થઇ છે.
હવામાન વિભાગે મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ બીએમસી દ્વારા કોઇ પણ ઘટનાથી બચવા માટે લોકોને મેનહોલ ન ખોલવા માટે સુચના આપી છે. મુંબઇની લાઇફલાઇન સમાન ગણાતી લોકલ ટ્રેન સેવાને કોઇ વધારે અસર થઇ નથી. જા કે કેટલાક સ્થળો પર યાત્રીઓ અટવાઇ ગયા હતા. મુંબઇ મેટ્રોની સેવા યથાવત રીતે જારી રહી હતી. સેન્ટ્રલ લાઇન પર ટ્રેનો ૩૦ મિનિટ મોડેથી દોડી રહી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યુ છે કે મુંબઇમાં મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે. વેસ્ટર્ન રેલવેના ઉપનગરીય વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે.
લોકલ ટ્રેનો સામાન્ય રીતે ચાલી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જાઇ રહેલા લોકોને વરસાદના કારણે મોટી રાહત થઇ છે. જા કે પાણી ભરાઇ જવાના કારણે તકલીફ પણ આવી રહી છે. અંધેરી અને સાયનમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત એરપોર્ટ, પવઇ, એસવી રોડ, વીરા દેસાઇ રોગ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જુહુમાં પણ પાણી ભરાઇ ગયા છે.