મુંબઇમાં ભારે વરસાદની ચેતવણીને ધ્યાને રાખી સ્કુલો બંધ
મુંબઇ: મોસમ વિભાગે આપેલી ભારે વરસાદની ચેતવણીને કારણે મુંબઈની તમામ સંજોગોમાં બંધ રાખવામાં આવી છે. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે સ્કુલો કોલેજો બંધ રાખવા માટે માહિતી આપવામાં આવી છે.
મુલુંડ અને માટુંગા સ્ટેશનની બહાર એક ફૂટ ફૂટ પાણી જમા થઈ ગયા છે. ગણપતિ પંડાલોમાં પણ પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણોસર મુંબઇના વેસ્ટર્ન એક્સપ્રેસ પર ભારે ટ્રાફિક જામ થયો છે. મુંબઈના સાયણ, કુર્લા, દાદરના વિસ્તારોમાં 3-4 ફુટ સુધી પાણી ભરાઈ ગયા છે.
મધ્ય રેલવેના કાંજુર માર્ગ અને વિક્રોલી સ્ટેશનની વચ્ચે ટ્રેક પર પાણી ભરાવવાથી મધ્ય રેલગાડીઓ 15 થી 20 મિનિટ સુધી મોડી ચાલી રહી છે. જો કે મુંબઈ એરપોર્ટ પર પાણી ભરાવાના સમાચાર નથી. હજી સુધી ફ્લાઇટ કેન્સલેશન અને ડાયવર્જન કરવામાં આવ્યુ નથી. જો કે સમગ્ર દેશમાંથી આવતી ફ્લાઈટો 15 થી 20 મિનિટ મોડી હોવાના સમાચાર છે.
ખાર, પાર્લા, અંધેરી અંડરપાસ પર પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. આજે સવારે 8.30 વાગ્યે પનવેલના ગ્રેટર કાન્ડા એરિયામાં 218.6 મેટ વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો છે.