મુંબઇમાં વહેલી સવારે અને નાસિક સહિત વલસાડમાં મોડી રાત્રે ભૂકંપ

વલસાડ, ગુજરાતમાં એક તરફ જયાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ જમીનની નીચે પ્લેટ ખસવાનો કહેર જાેવા મળી રહ્યોે છે રાજયમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યાં છે ગઇકાલે મોડી રાત્રે વલસાડમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં જાે કે કોઇ જાનહાનીના અહેવાલ મળ્યા નથી. હાલમાં રાજયમાં વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યાં છે આ અગાઉ જામનગર કચ્છમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયાં હતાં ત્યારે ગઇકાલે મોડી રાતે વલસાડમાં બે આંચકા આવ્યા હતાં. અહીં રાત્રે ૧૧.૪૧ કલાકે ૪.૧ અને બીજાે ૧૨.૫ કલાકે ૩.૫ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો બંન્નેનું ભૂંકંપ કેન્દ્ર વલસાડથી ૬૫થી ૮૦ કિમી દુર નોધાયુ હતું. દરમિયાન મહારાષ્ટ્રના મુંબઇમાં પણ વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવામાં આવ્યા છે જેની તીવ્રતા ૨.૭ માપવામાં આવી છે જયારે મોડી રાત્રે નાસિકમાં મોડી રાત્રે ૧૧.૪૧ મિનિટ પર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.HS