મુંબઇમાં હાઇપ્રોફાઇલ સેકસ રેકેટમાં બે ટીવી એકટ્રેસ ઝડપાઇ
મુંબઇ, મુંબઇની ઉપનગરી ગોરેગાંવની એક પાંચ સ્ટાર હોટલમાં ચાલી રહેલા દેહ વેપાર રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે.આ કેસમાં પોલીસે એક બોલીવુડ એકટ્રેસ સહિત ત્રણ યુવતીઓની ધરપકડ કરી છે આરોપીઓ વિરૂધ્ધ ભારતીય દંડ સહિત દ્વારા દેહવેપાર અધિનિયમ હેઠળ કેસ દાખલ કર્યો છે જાણકારી અનુસાર ક્રાઇમ બ્રાંચની એક ટીમે મોડી રાતે એક પાંચ સ્ટાર હોટલમાં દરોડો પાડયો હતો.
પોલીસે ગ્રાહકની રીતે એક પોલીસ કર્મીને હોટલમાં મોકલવામાં આવ્યો હતો જયાં તેણે સેકસ ડિલર્સ સાથે વાતચીત કરી હતી તે પછી પોલીસે દરોડા પાડીને ત્રણ મહિલાઓને છોડાવી હતી પોલીસે જે ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે તેમાંથી એક બોલીવુડ એકટ્રેસ છે તેની પર મોટી મોટી હોટલમાં દેહ વેપાર માટે બોલિવડ અને ટીવી જગતથી જાેડાયેલી એકટ્રેસ મોકલવાનો પણ આરોપ છે.
આરોપ છે કે બોલીવુડની એક ઇન્ટરનેશનલ બેલી ડાન્સર અને બે ટીવી સીરિયલની આર્ટીસ્ટ પણ આ હોટલમાં દેહ વેપાર કેસમાં પકડાઇ છે આ લોકોએ ૧૦ લાખરૂપિયામાં ડિલ્સ ફિકસ કરી હતી પણ પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરીને આ મામલે ઝડપથી કાર્યવાહી શરૂ કરી છે.
એ યાદ રહે કે આ પહેલા પણ મુંબઇ પોલીસે આવી મોટી હોટલમાંથી બોલીવુડ અને ટીવીમાં કામ કરી ચુકેલી અભિનેત્રીઓને પકડી હોય તેવી અનેક ધટનાઓ સામે આવી ચુકી છે. અનેક સ્ટ્રગલિંગ એકટ્રેસ આ પ્રકારના કામમાં ફસાઇ જાય છે અને ઘણીવાર ફિલ્મો કે સીરીયલોમાં તેમના નામ નોંધવાના બદલે પોલીસ સ્ટેશનના ચોપડે તેમના નામ નોંધાય છે.
બીજી તરફ હાલમાં મુંબઇ પોલીસ દ્વારા બોલીવુડ અને ડ્રગ્સ કનેકશન પર પણ એકશન લેવામાં આવી રહ્યાં છે. બોલીવુડ એકટર સુશાંત સિંહ કેસમાં ડ્રગના કનેકશન બહાર આવતા જ એનસીબી સહિત પોલીસ આ મામલે અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ અને નવી માહિતી બહાર પાડી રહી છે જે પછી બોલીવુડના કાળી બાજુ પણ છતી થઇ છે.HS