મુંબઇ અન્ડરવર્લ્ડ પર આધારિત પ્રતિક ગાંધીની ગેંગિસ્તાન

ઓડિયો સીરિઝ પત્રકાર અંશુ પટેલની કારકિર્દીના વાસ્તવિક જીવન ઉપર આધારિત છે અને તે હિસ્ટ્રી, મિસ્ટ્રી અને એક્શનનું ઉત્તમ મિશ્રણ છે
મુંબઇ, મુંબઇ અન્ડરવર્લ્ડના ગેંગ કલ્ચર તથા 1960 પછીની કુખ્યાત ક્રાઇમ સિન્ડિકેટથી પ્રેરિત સ્પોટીફાઇએ નવા ઓરિજનલ પોડકાસ્ટ ગેંગિસ્તાનની જાહેરાત કરી છે. પ્રતિક ગાંધી, સૈયામી ખેરા અને દયાશંકર પાંડેની આ કાલ્પનિક હિન્દી પોડકાસ્ટ પ્રખ્યાત ક્રાઇમ પત્રકાર અંશુ પટેલના સાચા અહેવાલો આધારિત શહેરની કાલ્પનિક વાર્તા રજૂ કરે છે.
ઓફસ્પિન મીડિયા ફ્રેન્ડ્સ દ્વારા પ્રોડ્યુસ કરાયેલા 48 એપિસોડના કાલ્પનિક ક્રાઇમ થ્રિલર નો-નોનસેન્સ પત્રકાર (અંશુ પટેલની ભૂમિકામાં પ્રતિક ગાંધી)ની આસપાસ ફરે છે, જે બે અસામાન્ય સ્રોતો – એન્કાઉન્ટર પોલીસ (શિયામી ખેર) અને એક ગુંડા (દયાશંકર પાંડે) મારફતે મુંબઇના ક્રાઇમને ઉજાગર કરવા માટે પ્રતિબદ્ધ છે.
એપિસોડ આગળ વધવાની સાથે શહેરની સૌથી કુખ્યાત ગેંગને સામેલ કરતાં પોલીસના દ્રષ્ટિકોણ સાથે શ્રોતાઓ ગેંગ વોર, દુશ્મનાવટ, રક્તપાત, રાજકારણ, સામાન્ય વ્યક્તિ, સેક્સ, રોમાંસ અને વિશ્વાસઘાત ટ્વિસ્ટ થતી રસપ્રદ વાર્તામાં સમાઇ જશે.
પ્રતિક ગાંધીએ જણાવ્યું હતું કે, અંશુની ભૂમિકા ભજવવી તથા મારી જાતને ખૂબજ જટિલ લાગણીઓ અને પરિસ્થિતિઓમાં ઢાળવી અત્યંત મહત્વપૂર્ણ બાબત છે. હું સ્વભાવિક રીતે નાયકની મહાત્વાકાંક્ષા સાથે સુસંગત થવામાં સક્ષમ હતો તથા ભૂમિકા માટે માત્ર અવાજનો ઉપયોગ કરવાના પડકારની મેં મજા માણી છે. પોડકાસ્ટમાં આજના સમયમાં વાર્તા કહેવાની અદ્બુત ક્ષમતા છે અને તેને પુનઃવ્યાખ્યાયિત કરે છે. મને વિશ્વાસ છે કે હું તેને ન્યાય આપી શકીશ.
સ્પોટીફાઇ ઇન્ડિયાના પોડકાસ્ટ – એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ઉન્ની નંબૂદ્રિપાદે જણાવ્યું હતું કે, મુંબઇ અન્ડરવર્લ્ડની ઘણી થ્રિલિંગ સ્ટોરી છે અને અમે જીવનની કેટલીક વાસ્તવિક ઘટનાઓ આધારિત રસપ્રદ પોડકાસ્ટ બનાવવા માગતા હતાં. અમે પ્રતિક ગાંધી,
સૈયામી ખેર અને દયાશંકર પાંડે જેવા કલાકારોને સામેલ કરવા અંગે અમે ઉત્સાહિત છીએ કે જેઓ તેમના બેજોડ પર્ફોર્મન્સ દ્વારા વિવિધ ભૂમિકાઓને જીવંત બનાવશે તથા દર સપ્તાહે શ્રોતાઓ સમક્ષ વધુ રહસ્યો, ડ્રામા અને હિસ્ટ્રી રજૂ કરશે.
તેમણે જણાવ્યું હતું કે, પત્રકાર અંશુ પટેલ માટે પોડકાસ્ટ તેમના હ્રદયની નજીક છે. મેં મુંબઇ ક્રાઇમ, ડોન અને અન્ડરવર્લ્ડ ઉપરની ફિલ્મો જોઇ છે, પરંતુ ઓડિયો પેન જેવો સમાન અપીલ ધરાવે છે અને તે શ્રોતાઓની કલ્પનાશક્તિને વાર્તા સ્વરૂપે વાસ્તવિક બનાવે છે.
ગેંગિસ્તાનના ડાયરેક્ટર સિદ્ધાંત પિન્ટો કહે છે કે અમે આ શો દ્વારા ઓડિયોના પાવરને રજૂ કરી રહ્યાં છીએ. ગેંગિસ્તાનની વાર્તા લખવાથી મારા પત્રકારિતાના દિવસોની યાદો તાજી થઇ છે. તે ખરા અર્થમાં ભવ્ય સ્ટોરી છે તથા ફિક્શન અને નોન-ફિક્શનનું મિશ્રણ છે.
ગેંગિસ્તાનનું લોંચ સ્પોટીફાઇના તાજેતરના અભિનેતા-આધારિત પોડકાસ્ટમાં વધુ એક ઉમેરો છે, જેમાં વાઇરસ 2062 અને એસીપી ગૌતમ સામેલ છે. તમે વિનામૂલ્યે સ્પોટીફાઇ ઉપર ગેંગિસ્તાન સ્ટ્રીમ અને ડાઉનલોડ કરી શકો છો.