તેજસ એક્સપ્રેસને 29 માર્ચ સુધી અંધેરી સ્ટેશન પર અસ્થાયી સ્ટોપેજ આપવાનું નિર્ણય
મુસાફરોની સગવડ માટે, પશ્ચિમ રેલ્વેએ 29 માર્ચ 2021 સુધી 82901/82902 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સપ્રેસને અંધેરી સ્ટેશન પર અસ્થાયી ધોરણે સ્ટોપેજ આપવાનું નક્કી કરાયું છે. નોંધપાત્ર રીતે, આ ટ્રેન 14 ફેબ્રુઆરી 2021 થી તેની સેવાઓ ફરીથી શરૂ કરી રહી છે. મુંબઇ સેન્ટ્રલથી આ ટ્રેન નંબર 82901નો પ્રસ્થાનનો સમય બોરીવલી સ્ટેશન આગમન / પ્રસ્થાનનો સમય અને ટ્રેન નંબર 82902 ના બોરીવલી સ્ટેશન પર આગમનના સમયમાં પણ તે મુજબ ફેરફાર કરવામા આવ્યો છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ અંધેરી ખાતે 15.56 વાગ્યે પહોંચશે અને 15.58 વાગ્યે ઉપડશે. બદલામાં, ટ્રેન નંબર 82905 અમદાવાદ – મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ અંધેરી સ્ટેશન પર 12.28 વાગ્યે પહોંચશે અને 12.30 વાગ્યે ઉપડશે.
ટ્રેન નંબર 82901 મુંબઇ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી અગાઉ સૂચિત 15.50 વાગ્યેના સ્થાને 15.45 કલાકે ઉપડશે અને 16.15 / 16.17 ની જગ્યાએ 16.13 / 16.15 કલાકે સુધારેલા સમયે બોરીવલી પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 82902 અમદાવાદ – મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ 12.13 ને બદલે 12.12 વાગ્યે બોરીવલી પહોંચશે. મુસાફરોને વિનંતી છે કે કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે આ મહત્વપૂર્ણ પરિવર્તનો પર ધ્યાન આપે.