Western Times News

Gujarati News

મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ પર બ્રેક લાગી ગઇ

પ્રતિકાત્મક

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન એવો મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટને બ્રેક લાગી છે આ મહત્વકાંક્ષી પ્રોજેકટ સમયસર કામગીરી પૂર્ણ થવામાં વિલંબ થઇ શકે છે.કોરોના મહામારીના કારણે જમીન સંપાદનનું કામ વિલંબિત થયું છે હવે આ પ્રોજેકટનું કામ ડિસેમ્બર ૨૦૨૩માં પૂર્ણ થશે દેશની પહેલી બુલેટ ટ્રેન પરિયોજનાનું નિર્માણ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન કરી રહ્યું છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન આ પ્રોજેકટ માટે ૬૩ ટકા જમીનો હસ્તગત કરી લીધી છે જેમાં ગુજરાતમાં લગભગ ૭૭ ટકા જમીન દાદરનગર હવેલીમાં ૮૦ ટકા અને મહારાષ્ટ્રની ૨૨ ટકા જમીન છે.

અધિકારીએ કહ્યું કે મહારાષ્ટ્રના પાલધર અને ગુજરાતમાં નવસારી જેવા વિસ્તારોમાં જમીન સંપાદનને લગતા કેટલાક મુદ્દાઓ હજુ પણ છે ગયા વર્ષે કંપનીએ ૯ જાહેર કામોના ટેન્ડરો મંગાવ્યા હતાં પરંતુ જમીન વિવાદ અને કોરોના કારણે ખોલી શકાયા નથી વધતા ખર્ચ અને ટેન્ડર રદ થવાને કારણે આ પ્રોજેકટમાં વિલંબ થઇ રહ્યો છે.એક અંદાજ મુજબ રેલવે હવે આ પ્રોજેકટ ઓકટોબર ૨૦૨૮ સુધીમાં પૂર્ણ કરી શકશે પહેલા બુલેટ ટ્રેનના આ ડ્રીમ પ્રોજેકટનું કામ ડિસેમ્બર ૨૦૨૩માં પૂર્ણ થવાનું હતું આ પ્રોજેકટ માટે જમીન સંપાદન પૂર્ણ થયું નથી આ માટે ૪૩૦ હેકટર જમીનની જરૂરત છેપરંતુ અત્યાર સુધી માત્ર ૧૦૦ હેકટર જમીન સરકારને મળી છે.

બીજી તરફ ગુજરાતમાં રાજય સરકારના સહકારને લીધે જમીન સંપાદનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને અપેક્ષા રાખવામાં આવે છે કે વર્ષના અંત સુધીમાં તેને સરકારને ૧૦૦૦ હેકટર જમીન મળશે એનએચએસઆરસીએલના પ્રવકતા કહે છે કે અત્યાર સુધીમાં તેઓને ૩૪૫ કિમી માટે જમીન મળી છે આ આખી લાઇન ૫૦૮ કિમી લાંબી છે. આ અગાઉ આ પ્રોજેકટના કેટલાક ભાગ પર ઓગષ્ટ ૨૦૨૨માં બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના હતી ખરેખર આ વર્ષે દેશનો ૭૫મો સ્વતંતા દિવસ રહેશે જાે કે રેલવે સત્તાવાર રીતે કહે છે કે કામ જુની સમયરેખા પ્રમાણે પૂર્ણ થશે આ પ્રોજેકટને પૂર્ણ કરવા માટે જાપાન ઇન્ટરનેશનલ કો ઓપરેશન એજન્સી ૨૦ વર્ષ માટે એક લાખ કરોડ રૂપિયાની ૮૦ ટકા લોન આપી રહી છે આ લોનો ૦.૧ ટકાના વ્યાજે આપવામાં આવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.