Western Times News

Gujarati News

મુંબઇ કોર્ટે ગેંગસ્ટર છોટા રાજનને જબરજસ્તી વસુલીના મામલે બે વર્ષની સજા સંભળાવી

File

મુંબઇ, મુંબઇની સત્ર અદાલતે આજે ગેંગસ્ટર છોટા રાજન અને ત્રણ અન્યને જબરજસ્તી વસુલીના મામલામાં બે વર્ષની કેદની સજા સંભળાવી છે છોટા રાજનની ઉપર વર્ષ ૨૦૧૫માં પનવેલના બિલ્ડર નંદુ વાજેકરને ધમકાવી ૨૬ કરોડની જબરજસ્તી વસુલીનો આરોપ છે.

એ યાદ રહે કે નંદુ વાજેકરે વર્ષ ૨૦૧૫માં પુણેમાં એક જમીન ખરીદી હતી તેના બદલે એજન્ટ પરમાનંદ ઠકકર (જે ભાગેડુ છે)ને બે કરોડ રૂપિયા કમીશન તરીકે આપવાનું નક્કી થયુ હતું પરતુ ઠકકરને વધુ પૈસા જાેઇતા હતાં જે વાજેકરને મંજુર ન હતું ત્યારબાદ ઠક્કરે છોટા રાજનનો સપર્ક કર્યો અને બિલ્ડરને ધમકાવી બે કરોડથી વધુની રકમ વસુલવાનો આગ્રહ કર્યો આ મામલાાં રાજને પોતાના કેટલાક લોકોને વાજેરના કાર્યાલયમાં મોકલ્યા અને તેમને ધમકી આપવાનું શરૂ કર્યું તે લોકોએ બે કરોડના બદલે ૨૬ કરોડ રૂપિયાની માંગ કરી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. તેનાથી ગભરાઇને વાજેકરે પનવેલ પોલીસને આ વાતની ફરિયાદ કરી હતી ત્યારબાદ પોલીસે જબરજસ્તી વસુલીનો મામલો દાખલ કર્યો હતો.

આ મામલામાં ચાર આરોપી છે જેમાં સુરેશ શિંદે,લક્ષ્મણ નિકમ સુમિત વિજય મ્હાત્રે અને છોટા રાજન સામેલ છે. આ મામલામાં પોલીસ હજુ પણ એજન્ટ પરમાનંદ ઠક્કરની શોધ કરી રહી છે પોલીસની પાસે બિલ્ડરના કાર્યાલયના સીસીટીવી ફુટેજ છે જે એ બતાવે છે કે આરોપી ત્યાં ગયા હતાં આ સાથેે જ પોલીસે તેમના કોલ રકોર્ડીગ પણ લીધા છે જેમાં છોટા રાજન બિલ્ડરને ધમકાવતો સંભળાય છે છોટા રાજનને ભારત લાવ્યા બાદ તેના પર લાગેલ તમામ આરોપ સીબીઆઇને હસ્તાંતરિત કરવામાં આવ્યા હતાં તેમાંથી એક મામલો આ પણ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.