Western Times News

Gujarati News

મુંબઇ ખાતે હીરા દલાલીનું કામ કરતો દલાલે ૧૨ કરોડનું ઉઠમણું

સુરતના અનેક વેપારીઓના કરોડો રૂપિયા સલવાયાની ચર્ચા

સુરત, સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હીરા ઉદ્યોગ સાથે જાેડાયેલો સૌરાષ્ટ્રનો વતની અને હાલમાં મુંબઇ ખાતે હીરા દલાલીનું કામ કરતો દલાલ ૧૨ કરોડ રુપિયા લઇને ઉઠમણું કર્યાની ચર્ચાએ વેપારીઓની ચિંતા વધારી છે. સુરતનાં કેટલાય વેપારીઓએ આ દલાલને હીરા આપ્યા હોવાને કારણે અનેક વેપારીઓના કરોડો રૂપિયા સલવાયા છે. સુરતના હીરા ઉધોગમાં છેલ્લા કેટલા સમયથી છેતરપિંડી અને ઉઠમણાંએ લઈને ભારે ચિંતા વ્યાપી છે.

ત્યારે મુંબઈ બીડીબી સાથે સંકળાયેલો અને બોટાદ પંથકનો સૌરાષ્ટ્રવાસી હીરાદલાલ ૧૨ કરોડનું ચૂકવણું કર્યા વગર ગાયબ થયો હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેનાથી વેપારીઓની ચિંતા વધી છે. ૫ દિવસથી આ દલાલ ગાયબ થતાં વેપારીઓએ તેનું નામ ફરતું કર્યું હતું. કોરોનાની સ્થિતિના કારણે સૌથી વધારે અસર આ ઉધોગને થઇ છે.

ત્યારે સતત મોટી રકમના વેપારી લોકોના રૂપિયા ચૂકવીયા વગર ગાયબ થવાની અનેક ઘટના બાદ આ ઉધોગમાં ચિંતા જાેવા મળી હતી. ત્યારે વધુ એક વેપારી ગાયબ થઇ જતા સુરતના અનેક વેપારીના રૂપિયા સલવાયા હોવાની ચર્ચા ચાલી રહી છે.

આ ઉઠમણાં કરતા વેપારી થોડા સમય બાદ ફરી બજારમાં આવી જઈને આપવાના રૂપિયાના અમુક ટકા ચૂકવણું કરી ફરીથી વેપાર કરવા લાગવાના પણ અનેક કિસ્સાઓ બન્યા છે. ત્યારે આવા વેપારને લઈને આ ઉધોગમાં અનેક વેપારીને નુકસાન વેઠવાનો વારો આવે છે અને રાતા પાણીએ રડવાની સ્થિતિ થાય છે. એક લાંબા સમય પછી મુંબઈના એક દલાલનું ઉઠમણું થયાની ચર્ચાએ હીરા બજારમાં જાેર પકડ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.