મુંબઇ પોલીસે તેમની વિરૂધ્ધ ખોટા દાવા કર્યા છે: અર્નબ ગોસ્વામી
મુંબઇ, મુંબઇ પોલીસે ટેલીવિઝન રેટિંગ પોઇન્ટ ટીઆરપીથી છેડછાડ કરનાર એક ટુંકડીનો ગઇકાલે પર્દાફાશ કર્યો અને કહ્યું કે આ મામલામાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.ટીઆરપીના આધાર પર આ નિર્ણય લેવામાં આવી છે કે કયાં ટીવી કાર્યક્રમ સૌથી વધુ જાેવામાં આવે છે આ દર્શકોની પસંદ અને કોઇ ચેલની લોકપ્રિયતા પણ બતાવે છે.
મુંબઇ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે કહ્યું કે એક રાષ્ટ્રીય ટીવી ચેનલ રિપબ્લિકન ટીવી પણ ટીઆરપી ટુકડીમાં સામેલ છે આ ચેનલ દ્વારા સુશાંતસિંહ રાજપુતના મામલામાં મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારની ટીકા કરવામાં આવી હતી.ટીઆરપી ટુકડીનો પર્દાફાશ કરનારી મુંબઇ પોલીસની અપરાધ શાખાએ બે મરાઠી ચેનલોના માલિકોને દર્શકોની સંખ્યાની રેટિંગથી છેડછાડ કરવા માટે ધરપકડ કરી છે.
મુંબઇ પોલીસ આ આરોપો પર હવે રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અર્નબ ગોસ્વામીએ પ્રતિક્રિયા આપી છે તેમણે આરોપ લગાવ્યો છે કે મુંબઇ પોલીસે તેમની વિરૂધ્ધ ખોટા દાવા કર્યા છે કારણ કે તેમની ચેનલે સુશાંત સિંહ રાજપુતના મામલાની તપાસમાં પોલીસ પર સવાલ ઉઠાવ્યા હતાં ચેનલે કહ્યું કે તે મુંબઇ પોલીસ કમિશ્નર પરમ બીર સિંહની વિરૂધ્ધ માનહાનીનો કેસ કરશે.
ગોસ્વામીએ એક વીડિયો જારી કરી કહ્યું કે માફી માંગો પરમબીર સિંહ,ખોટા આરોપો લગાવશો કહેશો કે ટીઆરપી ખોટી છે ચેનલને બંધ કરી દઇશ.હું મુંબઇનો દાદા છું મારા મનમાં જે આવશે કરીશ અર્નબ ગોસ્વામીને પોલીસ સ્ટેશનમાં લઇ જશો તેમણે આગળ કહ્યું કે સિંહને માફી માંગવી જાેઇએ અને અદાલતમાં કેસનો સામનો કરવા માટે તૈયાર રહેવું જાેઇએ.
દરમિયાન પોલીસ કમિશ્નર સિંહે કહ્યું કે આ ચેનલોના ખાતાની પણ તપાસ કરવામાં આવી રહી છે અને ટીઆરપી ટુકડી માટે જવાબદાર લોકોને પોલીસ પુછપરછ માટે બોલાવી રહી છે. તેમણે કહ્યું કે જાહેરત આપનાર આ ટીઆરપી રેટિંગના આધાર પર આ ચેનલો પર જાહેરાત પ્રસારિત કરવા માટે નાણાં આપે છે અને આ ખેલ હજારો કરોડ રૂપિયાનો છે.
તેમણે કહ્યું કે છેડછાડની થયેલ ટીઆરપી રેટિંગ્સથી જાહેરાત આપનારા દર્શકોની ખોટી સંખ્યા બતાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ પ્રકારે ટીઆરપી ખોટા આંકડા બતાવી સેંકડો કરોડ રૂપિયાનો ચુનો લગાવવામાં આવી રહ્યો છે. કેટલાક ઘરોમાં ગોપનીય સમૂહમાં ટીવી ચેનલો જાેવાના આધાર ટીઆરપીની ગણના કરવામાં આવે છે.સિંહે કહ્યું કે ટીઆરપીને માપવા માટે મુંબઇમાં બે હજાર એકમો સ્થાપિત કરવામાં આવ્યા છે. ટુડકીમાં સામેલ લોકો ઘરના લોકોને લાંચ આપી કહે છે કે તેઓ ટીવી પર કેટલીક ચેનલો ચલાવી છોડી દે ભલે તેઓ તેને જાેતા ન હોય.HS