મુંબઇ શ્રેણીબધ્ધ બોબ વિસ્ફોટના દોષીતનું મોત
મુંબઇ: મુંબઇમાં ૧૯૯૩ના રોજ થયેલા બોંબ વિસ્ફોટના દોષી નુર મોહમ્મદ ખાનનું મોત નિપજયું છે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે લાંબી બીમાપી બાદ તેનું મોત નિપજયું છે.આ બોંબ વિસ્ફોટના માસ્ટર માઇન્ડ ટાઇગર મેમનના નજીકના રહેલ નુર મોહમ્મદ ખાનને આ મામલામાં ૧૦ વર્ષની કેદ થઇ હતી.સ્પેશલ ટાડા કોર્ટે ૨૪ નવેમ્બર ૨૦૦૬ના રોજ નુર મોહમ્મદને સજા સંભળાવી હતી.
પોલીસ અધિકારીએ કહ્યું કે મુંબઇના ખાર વિસ્તારમાં આવેલ પોતાના ઘરમાં નુર મોહમ્મદ ખાનનું મોત થયું છે નુર મોહમ્મદને સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતાં ધંધાથી બિલ્ડર રહેલ નુર મોહમ્મદ ખાનને પોતાના ગોદામમાં વિસ્ફોટક આરડીએકસના ૫૮ બેગ રાખવાનો દોષીત ઠેરવવામાં આવ્યો હતો ત્યારબાદ તેમને થાણેની નાગલા ક્રીકમાં રાખવામાં આવ્યો હતો. એ યાદ રહે કે ૧૨ માર્ચ ૧૯૯૩ના રોજ મુંબઇમાં થયેલ શ્રેણી બધ્ધ બોંબ વિસ્ફોટોમાં ૨૫૭ લોકોના મોત નિપજયા હતાં