મુંબઇ હુમલાના કાવતરાખોર હેડલી- રાણાને ભારત લાવવાની તૈયારી શરૂ
નવીદિલ્હી, કેન્દ્ર સરકાર મુંબઇ હુમલાના કાવતરાખોર ડેવિડ હેડલી અને તહવ્વુહર હુસૈન રાણાને ભારત લાવવાની તૈયારી કરી રહી છે.સરકાર બંન્નેના પ્રત્યર્પણ માટે અણેરિકી એજન્સીઓથી સતત સંપર્કમાં છે. કેન્દ્રીય વિદેશ રાજયમંત્રી વી કે સિંહે કહ્યું કે રાષ્ટીય તપાસ એજન્સી (એનઆઇએ)એ ૧૩થી ૧૫ ડિસેમ્બરની વચ્ચે અણેરિકી એજન્સીઓથી વીડિયો કોન્ફરસિંગ દ્વારા બંન્નેને ભારત લાવવાની વાત કરી.
એનઆઇએના સુત્રોનું કહેવુ છે કે અમેરિકા રાણાને ભારત મોકલવાને લઇ લગભગ તૈયાર છે પરંતુ હેડલીના પ્રત્યર્પણને લઇ અનેક ટેકનીકી અચડણો છે. એનઆઇએએ રાણાની વિરૂધ્ધ નવેસરથી છેંતરપીડીના મામલાને આધાર બન્વાયો છે.
આ પહેલા રાણાના આતંકવાદના મામલામાં પ્રત્યકપ્ણની વાત થઇ રહી હતી પરંતુ અમેરિકાનું ડબલ જિયોપાર્ડી કાનુન આડે આવી રહ્યો હતો. આ હેઠળ એક આરોપીને એક જ અપરાધ માટે બે વાર સજા આપી શકાય નહીં.તેની કાટ માટે એનઆઇએ એ રાણાની વિરૂધ્ધ પોતાની કંપની દ્વારા નકલી દસ્તાવેજાેના આધાર પર હેડલીનો પાસપોર્ટ બનાવવાનો આરોપ લગાવ્યો છે.એનઆઇએની આ દલીલ પર એફબીઆઇ અને અન્ય એજન્સીઓ તેમના પ્રર્ત્યર્પણ પર વિચાર કરી રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ડેવિડ હેડલીએ અમેરિકાની સાથે સમજૂતિ કરી આરોપ સ્વીકાર કર્યો છે. અમેરિકામાં તેને ૩૫ વર્ષની સજા થઇ ચુકી છે. આથી ભારતના તમામ પ્રયાસો છતાં હેડલીનું પ્રત્યર્પણ થોડું મુશ્કેલ છે.HS