મુંબઈઃ નાઇટ ક્લબમાં મોડી રાત્રે પાર્ટી કરતાં ઝડપાયા સુરેશ રૈના સહિત અનેક સલિબ્રિટીઝ
મુંબઈ: પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાની વિરુદ્ધ મુંબઈ પોલીસએ કેસ નોંધી દીધો છે. મૂળે, મુંબઈના ડ્રેગન ફ્લાય નામના એક પબમાં કોરોનાના નિયમોનું પાલન કરતાં અનેક લોકો પકડાઈ ગયા હતા. તેમાં સુરેશ રૈના પણ સામેલ છે. રૈના પર કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ક્રિકેટર સુરેશ રૈના ઉપરાંત બોલિવૂડ સેલિબ્રિટીઝ ગુરુ રંધાવા, બાદશાહ ઉપરાંત સુઝૈન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટસ મુજબ, સુરેશ રૈના ઉપરાંત અનેક બોલિવૂડ સેલિબ્રિટલીઝની મુંબઈ એરપોર્ટની પાસે મુંબઈ ડ્રેગન ફ્લાય ક્લબથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેમને જામીન મળી ચૂક્યા છે. ધરપકડનું કારણ સમય મર્યાદાથી વધુ ક્લબને ખોલવા અને કોવિડ નિયમોનું પાલન કરવા હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સ મુજબ, સિંગર ગુરૂ રંધાવા અને બાદશાહની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેમને જામીન મળી ચૂક્યા છે. આ દરોડામાં કુલ 34 લોકોની ધરપકડ કરવામાં આવી, જેમાં 7 હોટલ સ્ટાફ પણ સામેલ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાત્રે લગભગ ત્રણ વાગ્યે મુંબઈ પોલીસે ડ્રેગન ફ્લાય પર દરોડા પાડ્યા. સૂત્રો મુજબ ક્લબમાં પાર્ટી ચાલી રહી હતી જેમાં અનેક કલાકાર અને ખેલાડી હાજર હતા. મીડિયા સૂત્રોનું કહેવું છે કે આ પાર્ટીમાં ક્રિકેટર સુરેશ રૈના ઉપરાંત ગાયક ગુરૂ રંધાવા, બાદશાહ, સુઝૈન ખાન પણ હાજર હતા. જોકે આ લોકો ઉપરાંત સુરેશ રૈના પાછળના દરવાજાથી ભાગી ગયા. બાદશાહ પણ પાછલા દરવાજાથી ભાગી ગયો હતો.