મુંબઈએ શાનદાર બોલિંગથી કોલકાતાને ૧૦ રને હરાવ્યું
નવી દિલ્હી: મુંબઈએ આપેલા ૧૫૩ રનના ટારગેટનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઈટરની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૨ રન જ બનાવી શકી. મુંબઈએ આ સીઝનની પહેલી જીત મેળવી છે. કોલકાતાની ઓપનિંગ જાેડી નિતિશ રાણેએ ૫૭(૪૭) અને શુભમન ગીલે ૩૩(૨૪) ટીમને સારી શરૂઆત અપાવી હતી. શુભમનના આઉટ થયા બાદ અન્ય કોઈ ખેલાડી મેદાન પર લાંબો સમય સુધી ટકી શક્યો નહીં.
રાહુલ ત્રિપાઠી ૫(૫), કેપ્ટન ઈયોન મોર્ગન ૭(૭), શાકિબ અલ હસન ૯(૯) રન બનાવીને આઉટ થઈ ગયા હતા.ત્યાર બાદ અંતિમ ઓવરમાં આંદ્રે રસેલ ૯(૧૫) અને હરભજન સિંહ માત્ર ૨ રન જ બનાવી શક્યો હતો. મુંબઈની બોલિંગની વાત કરીએ તો સૌથી સારું બોલિંગ પ્રદર્શન રાહુલ ચહરનું જાેવા મળ્યું. રાહુલે ૪ ઓવરમાં ૨૭ રન આપીને મહત્વની ૪ વિકેટો લીધી. આ સિવાય ટ્રેન્ટ બોલ્ટે ૨ અને કૃણાલ પંડ્યાને ૧ સફળતા મળી હતી.
જ્યારે જેનસેન, બુમરાહ, પોલાર્ડને કોઈ સફળતા મળી નહોતી મેચમાં કોલકાત્તાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. પહેલી ઈનિગમાં બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે ૨૦ ઓવરમાં ૧૫૨ રન કરી કોલકાત્તાને ૧૫૩ રનનો ટારગેટ આપ્યો હતો.
મુંબઈ તરફથી સૌથી વધુ રન સૂર્યકુમાર યાદવે માત્ર ૩૬ બોલમાં ૫૬ રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ પણ ૩૨ બોલમાં ૪૩ રનની ઈનિંગ રમી હતી. આ સિવાય હાર્દિક પંડ્યા ૧૫(૧૭), કૃણાલ પંડ્યા ૧૫(૯), પોલાર્ડ ૫(૮), ઈશાન કિશન માત્ર ૧ રન અને ડી કોક ૨ રન જ બનાવી શક્યો હતો. પહેલી ઈનિંગની બોલિંગની વાત કરીએ તો સૌથી સફળ બોલર આંદ્રે રસલ રહ્યો હતો તેણે માત્ર ૨ ઓવરમાં ૧૫ રન આપીને ૫ વિકેટ લીધી હતી. જ્યારે કમિન્સ ૨ અને ચક્રવર્તી, શાકિબ, પ્રસિદ્ધને ૧-૧ વિકેટ મળી હતી.