Western Times News

Gujarati News

થાણેમાં ચા સાથે નાસ્તો ન આપતા સસરાએ પુત્રવધુ પર ફાયરીંગ કર્યુ

Files Photo

મુંબઈ, થાણે વિસ્તારના રાબોડી થાણા વિસ્તારમાં નાસ્તો ના પીરસવાની વાતને પગલે નારાજ સસરાએ કથિત રીતે પુત્રવધુને ગોળી મારીને ઈજાગ્રસ્ત કરી દીધા છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી.

પોલીસે જણાવ્યું કે રાબોડી વિસ્તારના રહેવાસી 42 વર્ષીય મહિલાને પેટમાં ગોળી વાગી હતી અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાબોડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે આરોપી કાશીનાથ પાંડુરંગ પાટિલ (76) વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને 506 (ગુનાહિત ધાકધમકી) સિવાય આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આરોપીની ધરપકડ કરવાની બાકી છે. આરોપીની બીજી પુત્રવધૂની ફરિયાદનો ઉલ્લેખ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સવારે લગભગ 11:30 વાગ્યાની છે. તેમણે ફરિયાદમાં કહ્યું કે જ્યારે પીડિતાએ ચા સાથે નાસ્તો ન આપ્યો ત્યારે આરોપી ગુસ્સે થઈ ગયો.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વૃદ્ધે પોતાની રિવોલ્વર કાઢી અને પુત્રવધૂને ગોળી મારી દીધી જેના કારણે તે ઈજાગ્રસ્ત થઈ ગઈ. પરિવારના અન્ય સભ્યો દ્વારા તેને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ એ વાતની જાણકારી મેળવી રહી છે કે સસરાએ આ હુમલો કોઈ અન્ય ઉશ્કેરણીના કારણે તો નથી કર્યો ને.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.