Western Times News

Gujarati News

મુંબઈના બે ગઠીયા સામે કાલુપુરના વેપારીએ સાડા છ લાખની ઠગાઈની ફરિયાદ કરી

પ્રતિકાત્મક

કાલુપુર પોલીસે કાર્યવાહી શરૂ કરી – શહેરના વેપારીઓ વારંવાર પરપ્રાંતિય ગઠીયાઓનો ભોગ બને છે

(પ્રતિનિધિ) અમદાવાદ, પરપ્રાંતથી આવતા ગઠીયા વેપારીનો સ્વાંગ રચી સ્થાનિક વેપારીઓ સાથે સંબંધો કેળવી વિશ્વાસ જીત્યા બાદ લાખો રૂપિયાના માલ મેળવીને રફુચક્કર થઈ જવાની ઘટના અવારનવાર પ્રકાશમાં આવે છે આ ગઠીયાઓનો શિકાર મોટેભાગે કાપડના વેપારીઓ બનતા હોય છે આવી જ વધુ એક ઘટના બની છે જેમાં કાલુપુર વેપારીઓનો વિશ્વાસ જીત્યા બાદ વેપારીનો આશરે સાડા છ લાખ રૂપિયાનો કાપડનો માલ લઈ ફરાર થઈ ગયા છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે શંકરભાઈ રામસિંયાણી (સરદારનગર) કાલુપુર ઓમ હરીઓમ માર્કેટમાં કપડાની દુકાન ધરાવી હોલસેલ ધંધો કરે છે કાપડની દલાલીનું કામ કરતા સની કોડનાની (નાના ચીલોડા)એ દોઢ વર્ષ અગાઉ મુંબઈના બે વેપારી પ્રકાશ ગોપાલભાઈ પ્રીતમાણી તથા અનિલ પ્રેમચંદ કાંજાણીની ઓળખ કરાવી હતી પ્રકાશ તથા અનિલે શંકરભાઈ પાસેથી બે-ત્રણ વખત ખરીદીને સમયસર રૂપિયા ચુકવી આપતા તેમને વિશ્વાસ બેઠો હતો બાદમાં વર્ષ ર૦૧૯માં સાંઈ ઈમ્પેક્ષના પ્રકાશે ૬ લાખથી વધુનો તથા અનિલે ૩૮ હજારથી વધુનો કપડાનો માલ ખરીદ્યો હતો.

પરંતુ રૂપિયા આપવામાં ઠાગાઠૈયા કર્યા હતા વધુ દબાણ કરતાં તેમણે ચેક આપ્યો હતો જે પણ બાઉન્સ થયો હતો જેથી રૂપિયા આપવાને બદલે વારંવાર વાયદા બતાવતા મુંબઈના વેપારીઓ સામે શંકરભાઈએ કાલુપુરમાં ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.