મુંબઈના બોરીવલીમાં સાત માળની બિલ્ડિંગમાં ભયાનક આગ લાગી

મુંબઈ, મુંબઈના ખૂબ જ ભીડભાડવાળા વિસ્તાર ગણાતા બોરિવલીની એક સાત માળની ઇમારતમાં આગ લાગી હતી. આ આગમાં ફાયરબ્રિગેડના કર્મચારીને જ ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમતેમ કરીને સોસાયટીના લોકોએ ફાયરબ્રિગેડને બોલાવી ઘટનાની જાણકારી આપતા ચાર ફાયર ગાડી ઘટના સ્થળે પહોંચી હતી.
ફાયરના કર્મચારીઓએ જણાવ્યું હતું કે ઘણા સમય પહેલા લાગેલી આગમાં સાતમાં માળે સુરક્ષા કેબિનમાં જ આગ ગળી ગઈ હતી.
જાે કે ત્યાર બાદ તેમણે આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો કર્યા હતા જેમાં એક ફાયરબ્રિગેડના કર્મચારીને જ ઇજા થઈ ગઈ હતી અને તેણે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. ઘાયલ કર્મચારીને નજીકના શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.HS