મુંબઈના યુવા બિઝનેસમેને ઈન્દોરમાં આપઘાત કર્યો
મુંબઈ: ૩૧ વર્ષની ઉંમરમાં ચાર કંપનીના માલિક અને ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં પોતાનું નામ નોંધાવનારા મુંબઈના યુવા બિઝનેસમેને બે દિવસ પહેલા એવું ખતરનાક પગલું ભરી લીધું કે તેને સાંભળીને લોકો વિશ્વાસ નથી કરી રહ્યા. યુવા બિઝનેસમેન મુંબઈથી એક લગ્નમાં ઇન્દોર આવ્યા હતા.
અહીં હૉટલના એક રૂમમાં તેણે આપઘાત કરી લીધો હતો. આ અંગે માહિતી મળતા જ પોલીસ પહોંચી હતી. પોલીસને રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટમાં એક છોકરીનું નામ લખવામાં આવ્યું છે. સાથે જ સુસાઇડ નોટમાં એક કરોડ રૂપિયાની પણ વાત લખવામાં આવી છે. મુંબઈના યુવા બિઝનેસમેન પંકજ કાંબલેને ભાગ્યે જ કોઈ નહીં ઓળખતું હોય.
પંકજ કાંબલેએ ૩૧ વર્ષની ઉંમરમાં ચાર કંપની ઊભી કરી છે. પંકજે યુવા વયમાં જ બિઝનેસની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું હતું. એવા સમચાાર છે કે પંકજ એક લગ્નમાં હાજરી આપવા માટે ઇન્દોર ગયા હતા. અહીં તેમણે હોટલના રૂમમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પ્રાથમિક તપાસમાં આ કેસ પ્રેમ પ્રકારણનો લાગી રહ્યો છે.
જાેકે, એસએસપી રાજેશસિંહ રઘુવંશીએ આ કેસ પ્રેમ પ્રકરણ સાથે જાેડાયેલો હોવાનો કે પછી ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી હોવાનો ઇન્કાર કરી દીધો છે. બીજી તરફ હૉટલમાં જે તે સમયે હાજર લોકોનું કહેવું છે કે પોલીસને રૂમમાંથી સુસાઇડ નોટ મળી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપજ કાંબલેના રુમમાંથી જે સુસાઇડ નોટ મળી છે
તેમાં કોઈ નીલમ નામની છોકરીનો ઉલ્લેખ છે. જ્યારે ડાયરીમાં આઈ લવ યૂ નીલમ લખ્યું છે. એટલું જ નહીં, સુસાઇડ નોટમાં એક કરોડ રૂપિયાની પણ વાત લખવામાં આવી છે. પંકજ કાંબલેના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો મુંબઈથી ઇન્દોર જવા માટે રવાના થયા હતા. પંકજ ખૂબ જ હોંશિયાર હતા. તેઓ નાની ઉંમરે જ ચાર મોટી કંપની અને એક ટ્રેનિંગ એકેડેમીના માલિક બની ગયા હતા.
ગિનીસ બુકમાં પણ તેમના નામે રેકોર્ડ છે. પરિવારના કહેવા પ્રમાણે પંકજ પ્લેયર બાર ટેન્ડર પણ રહ્યા છે. તેમણે ૧૫ મિનિટમાં ૧૨૦ પ્રકારના મૉકટેલ બનાવીને ગિનીસ બુકમાં સ્થાન મેળવ્યું હતું. પરિવારના કહેવા પ્રમાણે પંકજના પિતાનું નિધન થઈ ચુક્યું છે. પંકજ પર ઘર ચલાવવાની જવાબદારી હતી. પંકજની માતા તેમજ નાનોભાઈ નાગપુરમાં રહે છે. દેશના અનેક શહેરોમાં તેઓ ઇવેન્ટ કરી ચૂક્યા છે.