મુંબઈના ૫૦ ટકા બાળકોમાં મળી આવી કોરોના એંટીબોડીઝ
મુંબઈ: કોરોના વાયરસની શક્યત ત્રીજી લહેરને લઈને દેશભરમાં માતા-પિતા ખૂબ ગભરાયેલા છે. ઉલ્લેખનીય છે કે અનેક વિશેષજ્ઞો એ આશંકા બતાવી છે કે આગામી લહેરમાં મોટા પ્રમાણમાં બાળકો કોરોના વાયરસથી પ્રભાવિત થઈ શકે છે, પણ તાજેતરમાં જ કરાવેલ સીરો સર્વેમાં સામે આવ્યુ છે કે મુંબઈમાં રહેનારા ૫૦ ટકાથી વધુ બાળકોમાં એંટીબોડી છે.
આ સર્વેમાં મુખ્યરૂપથી જાેવા મળ્યુ છે કે શઝેરના ૫૦ ટકાથી વધુ બાળકોની વસ્તી પહેલાથી જ કોરોના વાયરસથી
સંક્રમિત થઈ ચુકી છે. પ્રાઈવેટ સેક્ટરથી ૪૭.૦૩ ટકા અને પબ્લિક સેક્ટરથી ૫૪.૩૬ ટકા સહિત ઓવર ઑલ સીરો પોઝિટિવિટી રેટ ૫૧.૧૮ ટકા છે.
બીજી બાજુ સીરો પોઝિટિવિટી ૧૦-૧૪ વર્ષની વયમાં સૌથી વધુ છે. જે કે ૫૩.૪૩ ટકા છે. ૧ થી ૪ વર્ષના સીરો-પોઝિટિવીટી રેટ ૫૧.૦૪, ૫ થી ૯ વર્ષનો ૪૭.૩૩, ૧૦થી ૧૪ વર્ષની વયના ૫૩.૪૩, ૧૫ થી ૧૮ વર્ષનો ૫૧.૩૯ ટકા છે. ૧ થી ૧૮ વર્ષનો ઓવર-ઓલ પોઝિટિવીટી રેટ ૫૧.૧૮ ટકા છે. આ સીરો સર્વે ૧ એપ્રિલ ૨૦૨૧ થી ૧૫ જૂન ૨૦૨૧ દરમિયાન કરવામાં આવ્યો.