મુંબઈને કોલકાતાએ સાત વિકેટે ઘોર પરાજય આપ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Kalkata-1-1024x768.jpg)
મુંબઇ, આઈપીએલ ૨૦૨૧ની બીજા તબક્કાની ૩૪ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અબુ ધાબીના ગ્રાઉન્ડમાં રમાઈ હતી.
કોલકાતા ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ર્નિણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ૨૦ ઓવરના અંતે ૬ વિકેટ ગુમાવીને ૧૫૫ રન બનાવ્યા હતા અને કેકેઆરને ૧૫૬ રનોનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે કોલકાતાની ટીમે ફક્ત ૧૫.૧ ઓવરમાં ૩ વિકેટના નુકસાન પર ૧૫૬ રન બનાવીને શાનદાર જીત મેળવી હતી. આ જીત સાથે કોલકાતાના ૮ અંક થઈ ગયા છે અને તે પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાને પહોંચી ગઈ છે.
૧૫૫ રનોનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે પોતાની શાનદાર બેટિંગ વડે મુંબઈનાં બોલર્સને પસ્ત કરી દીધા હતા.
જાે કે, કોલકાતાની શરૂઆત સારી થઈ ન હતી. ત્રીજી જ ઓવરમાં બુમરાહે શુભમન ગિલને ૧૩ રને આઉટ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો. જે બાદ વેંકટેશ ઐય્યર અને રાહુલ ત્રિપાઠી વચ્ચે મુંબઈના બોલર્સને ધોઈ નાખ્યા હતા. અને ૧૦ ઓવરમાં જ કેકેઆરના ૧૦૦ રન પૂરા થઈ ચૂક્યા હતા.
આ સાથે વેંકટેશ ઐય્યરે આઈપીએલની પ્રથમ હાફ સેન્ચુરી પણ ફટકારી હતી. બુમરાહે વેંકટેશ ઐય્યરને ૫૩ રને આઉટ કર્યો હતો. ઐય્યરે ૩૦ બોલમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૫૩ રન બનાવ્યા હતા. જાે કે કોલકાતાની ત્રીજી વિકેટ પણ બુમરાહે જ લીધી હતી. બુમરાહે કોલકાતાના કેપ્ટન ૭ રને આઉટ કર્યો હતો. જ્યારે રાહુલ ત્રિપાઠીએ અણનમ ૭૪ રન ફટકાર્યા હતા. તેણે ૪૨ બોલમાં ૮ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી શાનદાર ઈનિંગ રમી હતી.
પ્રથમ બેટિંગ માટે ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ઓપનિંગ જાેડી રોહિત શર્મા અને ક્વિંટન ડી કોકે સારી શરૂઆત અપાવી હતી. રોહિત શર્માએ ૩૦ બોલમાં ૪ ચોગ્ગાની મદદથી ૩૩ રન બનાવ્યા હતા. જ્યારે ડિકોકે શાનદાર ૫૫ રનની ઈનિંગ રમી હતી. ૪૨ બોલમાં તેણે ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકારી ૫૫ રન બનાવવ્યા હતા.
પહેલી વિકેટ માટે રોહિત અને ડિકોક વચ્ચે ૭૮ રનોની પાર્ટનરશિપ થઈ હતી. જે બાદ સુર્યકુમાર યાદવ ૫ રન બનાવીને આઉટ થયો હતો. તો ઈશાન કિશને પણ ૧૪ રન બનાવીને નિરાશ કર્યા હતા. પોલાર્ડ ૨૧ રન પર તો કૃણાલ પંડ્યા ફક્ત ૧૨ રન જ બનાવી શક્યો હતો. તો બીજી બાજુ કોલકાતા તરફથી લોકી ફર્ગ્યુસન અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ૨-૨ વિકેટ ઝડપી હતી.SSS