મુંબઈમાં આવ્યો ત્યારે બેન્કમાં કામ કરતો હતો: સિદ્ધાર્થ અરોરા
એન્ડટીવી પર બાલ શિવમાં મહાદેવ તરીકે સિદ્ધાર્થ અરોરા કહે છે, “મારી અભિનય બનવાની સંપૂર્ણ તાલીમ રંગમંચ થકી આવી છે. વારાણસીમાં એનએસડી (નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા)માં શીખ્યા પછી મેં કલાકાર તરીકે મારો પ્રવાસ શરૂ ર્યો હતો. હું મુંબઈમાં આવ્યો ત્યારે બેન્કમાં કામ કરતો હતો અને સાગમટે રંગમંચ પર પણ કામ કરતો હતો.
આખરે મન ટેલિવિઝન ઉદ્યોગમાં કામ મળ્યું, પરંતુ રંગમંચ માટે મારો પ્રેમ હજુ અકબંધ છે. હું હજુ પણ રંગમંચ કરું છું અને વર્કશોપમાં પણ હાજરી આપતો રહું છું. હાલમાં પોંડિચેરીમાં આદિશક્તિમાં મેં હાજરી આપી હતી. રંગમંચને કારણે જ મને દુનિયાભરના લોકો સાથે કામ કરવાની તક મળી છે.
હું હજુ પણ થિયેટરના વર્કશોપ કરું છું, કારણ કે હું માનું છું કે જો તમે કલાકાર તરીકે વૃદ્ધિ કરવા માગતા હોય તો તમારે રંગમંચ સાથે જોડાઈ રહેવું જોઈએ, કારણ કે તમારી અભિનય કુશળતા વધારવા અને શીખવા માટે આ ઉત્તમ માધ્યમ છે. રંગમંચ મારા જીવનનું અવિભાજ્ય અંગ છે.”
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં નવી અનિતા ભાભી તરીકે હાલમાં જ પ્રવેશ કરનારી વિદિશા શ્રીવાસ્તવ કહે છે, “વર્લ્ડ થિયેટર ડે કળા સ્વરૂપનું મૂલ્ય અને મહત્ત્વ જોઈ શકે તેમને માટે ઉજવણી છે.
રંગમંચ કળાનું સૌથી પ્રાચીન સ્વરૂપ છે અને સમય સાથે તે ભરપૂર ઉત્ક્રાંતિ પામ્યું છે. રંગમંચ સામાજિક ભાઈચારો, વાર્તાલાપ અને સંભવિત સામાજિક પરિવર્તનને પ્રોત્સાહિત કરવા માટે મદદ કરે છે
અને મને મારી કારકિર્દીના વગેલા દિવસોમાં અમુક અદભુત લોકો સાથે આ જગ્યામાં કામ કરવાની તક મળી તે માટે પોતાને આશીર્વાદરૂપ માનું છું. કલાકાર તરીકે રંગમંચ પર પરફોર્મ કરવાથી તમને મળે તે જ્ઞાનથી તમે પોતાની શ્રેષ્ઠ આવૃત્તિ બની શકો છો.”