Western Times News

Gujarati News

મુંબઈમાં એક જ દિવસમાં ૮,૬૪૬ કેસ-મહારાષ્ટ્રમાં કોરોનાથી હાલત ખરાબઃ લૉકડાઉનની શક્યતા

Files Photo

મહારાષ્ટ્રમાં સંક્રમણના કુલ કેસ વધીને ૨૮,૫૬,૧૬૩ થયા ઃ અત્યાર સુધી ૨૪,૩૩,૩૬૮ લોકો સાજા થયા છે

મુંબઈ, મુંબઈમાં ગુરુવારે કોરોના વાયરસના નવા ૮,૬૪૬ કેસ સામે આવ્યા છે. મુંબઈમાં એક દિવસે નોંધાયેલા આ સૌથી વધારે કેસ છે. જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૩ હજારથી વધારે કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના મહામારીને પગલે ૧૮ દર્દીનાં મોત થયા છે. ૫,૦૩૧ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવ છે. સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે કોવિડ-૧૯ને પગલે મુંબઈમાં અત્યાર સુધી ૧૧,૭૦૪ દર્દીના મોત થઈ ગયા છે, હાલ ૫૫,૦૦૫ લોકો સારવાર હેઠળ છે. આ દરમિયાન મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું છે કે મુંબઈમાં લૉકડાઉન લાગશે કે નહીં તે અંગે બહુ ઝડપથી ર્નિણય કરવામાં આવશે.મુંબઈમાં બહુ ઝડપથી ફરીથી લૉકડાઉન લાગી શકે છે.

મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોના વાયરસના નવા ૪૩,૧૮૩ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૪૯ લોકોનાં મોત થયા છે. આ દરમિયાન ૩૨,૬૪૧ લોકોને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં સંક્રમણના કુલ કેસ વધીને ૨૮,૫૬,૧૬૩ થઈ ગયા છે.

અત્યારસુધી ૨૪,૩૩,૩૬૮ લોકો સાજા થયા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં અત્યારસુધી કોરોનાથી ૫૪,૮૯૮ દર્દીનાં મોત થયા છા. હાલ મહારાષ્ટ્રમાં ૩,૬૬,૫૩૩ લોકોની સારવાર ચાલી રહી છે.

બીજી તરફ મુંબઈમાં આ વર્ષે માર્ચ મહિનામાં કોવિડ-૧૯ના ૮૮,૭૧૦ કેસ નોંધાયા છે. જે ફેબ્રુઆરીમાં નોંધાયેલા કુલ કેસના ૪૭૫ ટકા વધારે છે. બીએમસીએ આ જાણકારી આપી હતી. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શહેરમાં ૧૮,૩૫૯ કેસ સામે આવ્યા હતા. જ્યારે જાન્યુઆરીમાં ૧૬,૩૨૮ કેસ નોંધાયા હતા.

એનો મતલબ એવો થયો કે માર્ચમાં મુંબઈમાં ગત મહિનાની સરખામણીમાં ૭૦,૩૫૧ વધારે કેસ નોંધાયા છે. જ્યારે જાન્યુઆરીના સરખામણીમાં ૭૨,૩૮૨ નવા કેસ નોંધાયા છે.

આંકડા પ્રમાણે મુંબઈમાં કોરોનાને કારણે માર્ચ મહિનામાં ૨૧૬ લોકોનો જીવ ગયો હતો. જ્યારે ફેબ્રુઆરીમાં ૧૧૯ લોકોનાં મોત થયા હતા. ફેબ્રુઆરીના સરખામણીમાં માર્ચમાં ૧૮૧ ટકા વધારે મોત થયા છે. જાન્યુઆરીમાં કોરોનાને પગલે ૨૩૭ લોકોનાં મોત થયા હતા. શહેરમાં ૩૧ માર્ચ સુધી સંક્રમિતોની સંખ્યા વધીને ૪,૧૪,૭૧૪ થઈ ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા ૧૧,૬૮૬ પર પહોંચી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.