મુંબઈમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૧૨૦.૫૧ રૂપિયા
મુંબઈ, સરકારી તેલ કંપનીઓએ ૧૩ મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે. આજે (શુક્રવાર), ૧૩મી મે ૨૦૨૨, સતત ૩૭માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ૬ એપ્રિલથી દેશભરમાં ઈંધણના ભાવ સ્થિર છે.
દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના તાજેતરના અપડેટ મુજબ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૧૦૫.૪૧ રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ ૯૬.૬૭ રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે એક લિટર પેટ્રોલની કિંમત ૧૨૦.૫૧ રૂપિયા અને ડીઝલની કિંમત ૧૦૪.૭૭ રૂપિયા છે.
કોલકાતામાં આજે પેટ્રોલની કિંમત ૧૧૫.૧૨ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૯.૮૩ રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત ૧૧૦.૮૫ રૂપિયા અને ડીઝલની કિંમત ૧૦૦.૯૪ રૂપિયા પ્રતિ લીટર છે. જાે તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાેવા માંગતા હો, તો તમે આ લિંક પર ક્લિક કરીને જાેઈ શકો છો.
૨૨ માર્ચથી દેશમાં પેટ્રોલ અને ડીઝલ ૧૦ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. જાેકે, રાજ્ય સ્તરે ઈંધણ પરના વેટના અલગ-અલગ દરોને કારણે શહેરોમાં ઈંધણના ભાવ અલગ-અલગ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ અપડેટ કરવામાં આવે છે. તેલ કંપનીઓ દરરોજ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે.HS