મુંબઈમાં એપથી આધુનિક ટેકનિકથી કોરોનાનું ટેસ્ટિંગ
મુંબઈ, ભારતમાં હવે આધુનિક ટેક્નીકથી કોરોનાનું ટેસ્ટિંગ થશે. મુંબઈ બૃહદમહાનગર પાલિકા એક હજાર લોકો પર પાયલટ પ્રોજેક્ટ દ્વારા એપ આધારિત ટેકનીકથી કોરોનાના લક્ષણોની તપાસ કરશે. આ તપાસમાં અડધા કોરોના પોઝિટિવ દર્દી હશે અને અડધા કોરોનાના શંકાસ્પદ દર્દી. એડિશનલ કમિશનર સુરેશ કકાનીએ કહ્યું છે કે ઈઝરાયેલ અને અમેરિકામાં આ ટેકનીકથી કોરોનાનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ મહિને શરૂ થનારો પાયલટ પ્રોજેક્ટ સફળ રહેશે તો આગળ પણ તેનો અમલ કરાશે. ટેસ્ટને અંજામ આપનારી વોકલિસ હેલ્થ અમેરિકન કંપની છે. ભારતમાં પહેલાથી કામ કરી રહેલી કંપની ફાર્માસ્યુટિકલ અને આઈટી બન્ને ક્ષેત્રમાં કાર્યરત છે. જે દર્દીઓનો કોરોના માટે અવાજનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ પણ થશે. પછી બન્ને ટેસ્ટનો અભ્યાસ અને મૂલ્યાંકન કરવામાં આવશે કે કયો ટેસ્ટ વધારો ચોક્કસ છે અને કયા ટેસ્ટમાં પરિણામ કેટલી ઝડપથી મળી રહે છે.
આ ટેસ્ટને પહેલા ઈઝરાયલ અને અમેરિકામાં કરવામાં આવી રહ્યો છે. આ કરવાની પાછળ પાલિકાનો વિશ્વાસ માત્ર એટલો જ છે કે જો કોઈ કોરોના પોઝિટિવ છે, તો તેનો અવાજ બદલાઈ જાય છે. પાયલટ પ્રોજેક્ટ હેઠળ હાલ આ ટેસ્ટ મફતમાં કરવામાં આવી રહ્યો છે. આ ટેસ્ટની ટેકનીક તૈયાર કરનારી કંપની વોકલિસ હેલ્શના સીઈઓ ટાલ વેન્ડ્રિઓનું કહેવું છે કે, કોરોના માટે આ સ્ક્રીનિંગ સમાધાન માત્ર સોફ્ટવેર આધારિત છે. જેની સર્વર અને ડેટા બેન્ડવિડ્થ ક્ષમતા એટલી છે કે આનાથી એક દિવસમાં ઘણા બધા ટેસ્ટ કરી શકાય છે, જેના નંબરની કોઈ સીમા નથી. આ સોફ્ટવેર સ્માર્ટફોન અથવા ટેબમાં ડાઉનલોડ કરવાનું રહેશે. તેમાં પોતાનો અવાજ રેકોર્ડ કરવાનો રહેશે અને ૩૦ મિનિટમાં કોરોનાનું રિઝલ્ટ આવી જશે.SSS