“મુંબઈમાં જલેબી-ફાફડા, ઉધ્ધવ ઠાકરે આપડા”, શિવસેનાએ ગુજરાતીઓને રીઝવવાનુ શરુ કર્યુ
મુંબઇ, મુંબઈમાં રહેતા ગુજરાતીઓને રીઝવવા માટે શિવસેના અચાનક જ હરકતમાં આવી છે.શિવસેનાએ પોતાની ગુજરાતી વિંગને એક્ટિવેટ કરી છે અ્ને પાર્ટીના વરિષ્ઠ ગુજરાતી નેતાઓને પાર્ટીએ ગુજરાતી બહુમતિ ધરાવતા વિસ્તારોમાં પ્રચાર શરુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
10 જાન્યુઆરીએ શિવસેના દ્વારા મુંબઈમાં ગુજરાતીઓનુ એક મહાસંમેલન યોજવામાં આવનાર છે.જેની ટેગ લાઈન છે કે, મુંબઈમાં જલેબી-ફાફડા, ઉધ્ધવ ઠાકરે આપડા….
શિવસેનાની આ પ્રકારની હિલચાલ પાછળનુ કારણ મુંબઈ કોર્પોરેશનની આગામી ચૂંટણી હોવાનુ મનાઈ રહ્યુ છે.કારણકે મુંબઈ કોર્પોરેશન પોતાના હાથમાંથી નીકળી જવાનો ડર શિવસેનાને લાગી રહ્યો છે.મુંબઈમાં 30 લાખ ગુજરાતી રહી છે અને કોર્પોરેશનની 227 બેઠકોમાંથી 50 જેટલી બેઠકો એવી છે જ્યાં ગુજરાતીઓના મત નિર્ણાયક સાબિત થઈ શકે છે.પહેલા ભાજપ અને શિવસેનાનુ જોડાણ હતુ ત્યારે ગુજરાતીઓ શિવસેનાને મત આપતા હતા પણ હવે બંને પાર્ટીઓ અલગ અલગ રીતે ચૂંટણી લડવાની છે ત્યારે શિવસેનાએ અત્યારથી ગુજરાતી મતદારોને રીઝવવાનુ શરુ કરી દીધુ છે.
હાલમાં બીએમસીમાં શિવસેના અને ભાજપ પાસે 82-82 બેઠકો છે.જેમાં એમએનએસ અને અપક્ષોને જોડીને શિવસેનાનુ ગઠબંધન 97 બેઠકો પર પહોંચ્યુ છે.જ્યારે કોંગ્રેસ પાસે 30, એનસીપી પીસે 9, સમાજવાદી પાર્ટી પાસે 6 બેઠકો છે.