Western Times News

Gujarati News

મુંબઈમાં ફરી વરસાદઃ બાઈક આખું ખાડામાં ઉતરી ગયું (જૂઓ વિડીયો)

દાદર, વરલી, શાંતાક્રુઝ, સાકીનાકા પાણી ભરાતા જનજીવન ઠપ
મુંબઈ, ટુંકા વિરામ બાદ આજે વહેલી સવારથી મુંબઈમાં ફરી ભારે વરસાદ વરસવાની શરૂઆત થતાં લોકોના જન-વ્યવહાર પર અસર પહોચી છે ખાસ કરીને અપડાઉન કરનારા નોકરીયાત વર્ગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અતિ ભારે વરસાદને કારણે મુંબઈના મોટાભાગના પરા વિસ્તારના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા હોવાથી વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. ઠેરઠેર ટ્રાફીકજામના દ્રશ્યો જાવા મળી રહ્યા છે કેટલેક ઠેકાણે પાણી ભરાવાના કારણે વાહનો રસ્તામાં જ ખોટવાયેલા તથા વાહન ચાલકો વાહનોને ખેંચીને લઈ જતા જાવા મળે છે.

હિન્દમાતા વરલી, દાદર, બોરીવલી, મીરા રોડ, ચર્ચગેટ, બાન્દ્રા, સાકીનાકા, લોઅર પરેલ જેવા વિસ્તારમાં ઘુંટણસમા પાણી ભરાવાના અહેવાલ છે. સાકીનાકામાં રેલવેના પાટા પર પાણી ફરી વળતા રેલ વ્યવહારને અસર પહોંચી છે મુશળધાર વરસાદે મુંબઈ શહેરને બાનમાં લીધુ હોવાનું જાવા મળે છે. મુંબઈમાં પડી રહેલ મુશળધાર વરસાદને કારણે લોકલ ટ્રેનો પણ ધીમી ચાલી રહી છે તેમજ કેટલીક લોકલ ટ્રેનો રદ પણ કરવામાં આવી છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.