મુંબઈમાં ફેલાયો કોરોનાનો ડર: સિદ્ધિવિનાયક મંદિરમાં શ્રદ્ધાળુઓની એન્ટ્રી બંધ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/03/Siddhivianayk.jpg)
મુંબઈઃ કોરોનાનો કહેવ હવે ભગવાનના ભક્તોને પણ ડરાવવા લાગ્યો છે. મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરને પણ આગામી નોટિસ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. જાણકારી પ્રમાણે, સોમવારે સાંજે 7 કલાકથી સિદ્ધિવિનાયક મંદિરને બંધ કરવામાં આવી રહ્યું છે. મંદિર ક્યારે ખુલશે તે વિશે સૂચના બાદમાં આપવામાં આવશે. મુંબઈનું આ મંદિર ભીડવાળા વિસ્તારમાં આવે છે, તેવામાં કોરોના વાયરસના ખતરાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 38 મામલા સામે આવ્યા બાદ રાજ્યભરમાં હડકંપ મચી ગયો છે. તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. હવે રાજ્યસરકાર પણ પ્રયાસ કરી રહી છે કે યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ ટાળી દેવામાં આવે. આ સિવાય પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ત્રણ મહિના માટે ટાળી દેવામાં આવી છે.