મુંબઈમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજમાં બ્લાસ્ટ, ૩ જવાનો શહીદ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/01/Boat-1024x630.jpg)
મુંબઇ, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઇએનએસ રણવીર પર મુંબઈમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં નેવીના ત્રણ જવાનોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ઘટના અંગે, ભારતીય નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું કે, “આજે નેવલ ડોકયાર્ડ મુંબઈમાં એક કમનસીબ ઘટના બની; આઇએનએસ રણવીરના આંતરિક ડબ્બામાં થયેલા વિસ્ફોટમાં નેવીના ૩ જવાનો શહીદ થઇ ગયા છએ. જહાજના ક્રૂએ તરત જ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
આઇએનએસ રણવીર નવેમ્બર ૨૦૨૧ થી પૂર્વીય નૌકા કમાન્ડ તરફથી ક્રોસ કોસ્ટ ઓપરેશનલ જમાવટ પર હતું અને ટૂંક સમયમાં બેઝ પોર્ટ પર પરત આવવાનું હતું. આ મામલે તપાસ માટે બોર્ડ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક નેવી હોસ્પિટલમાં ૧૧ જવાનોની સારવાર ચાલી રહી છે.HS