Western Times News

Gujarati News

મુંબઈમાં ભારે વરસાદથી સતત ત્રીજા દિવસે જન જીવન ખોરવાયુ

Files Photo

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદના કારણે જન જીવન ભારે પ્રભાવિત થયુ છે.ચોમાસુ સક્રિય થતાની સાથે જ મુંબઈમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરુ કરી છે. મુંબઈમાં સતત વરસાદના કારણે જન જીવન પર તેની વ્યાપક અસર જાેવા મળી રહી છે. મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેન સેવા આજે પણ ખોરવાઈ છે. કારણકે ઠેર ઠેર રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે.

શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. મુંબઈ ચોમાસાના પહેલા જ વરસાદમાં બેહાલ થઈ ચુકયુ છે. મુંબઈના અંધેરી, માહિમ સહિતના નિચાણવાળા વિસ્તારો તેમજ અંડર પાસમાં પાણી ભરાયા છે. લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે હાઈ ટાઈડની પણ ચેતવણી આપી છે.

સાથે સાથે હવામાન વિભાગે દેશના બીજા હિસ્સાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે,તો બંગાળની ખાડીમાં હવાનુ ભારે દબાણ સર્જાયુ છે. જેના પગલે શુક્રવાર અને શનિવારે બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર અને મધ્યપ્રદેશ તથા છત્તીસગઢમાં ભારે વરસાદ પડશે. બિહારમાં બે દિવસ વહેલુ ચોમાસુ બેસે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.