મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે રેડએલર્ટ : સ્કુલો બંધ કરાઈ
મુંબઈ : દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં પણ વરસાદી માહોલ રહ્યો છે. ભારે વરસાદની ચેતવણી વચ્ચે સ્કુલો અને કોલેજાને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈમાં રેડ એલર્ટ વચ્ચે તંત્ર સાબદુ બની ગયું છે. એવો અંદાજ મુકવામાં આવી રહ્યો છે કે, ખુબ ભારે વરસાદના કારણે અનેક રેકોર્ડ તુટનાર છે. મુંબઈ, થાણે અને કોંકણ ક્ષેત્રમાં સ્કુલ કોલેજાને બંધ રાખવામાં આવી છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે ટ્રાફિકજામની જાવા મળી રહી છે. સેન્ટ્રલ, હાર્બર, વેસ્ટર્ન લાઈનો ઉપર લોકલ ટ્રેનોની સેવા હાલ ખોરવાઈ નથી પરંતુ હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં લઇને સ્કુલી શિક્ષામંત્રી સ્કુલો અને જુનિયર કોલેજામાં રજાની જાહેરાત કરી દીધી છે.
મુંબઈમાં વરસાદી માહોલને ધ્યાનમાં લઇને વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી પણ ભરાયા છે. મુંબઈમાં હાલના દિવસોમાં અતિભારે વરસાદના લીધે જનજીવન ઉપર પણ અસર થઇ છે. મુંબઈ, રાયગઢ, સતારા, પુણેના વિવિધ ઘાટ પર ભારે વરસાદ થઇ રહ્યો છે.
રાજ્યના ઉપરી વિસ્તારોમાં એક વિશેષ સિસ્ટમ સક્રિય થઇ છે જેથી મુંબઈ અને રાયગઢમાં જુલાઈ-ઓગસ્ટની જેમ જ વરસાદ થઇ રહ્યો છે. મુંબઈમાં આ વખતે સપ્ટેમ્બરમાં સૌથી વધુ વરસાદ થયો છે. હજુ સુધી સૌથી વધારે વરસાદ સપ્ટેમ્બર મહિનામાં ૧૯૫૪માં થયો હતો. એ વખતે ૯૨૦ મીમી વરસાદ થયો હતો. શાંતાક્રુઝમાં બુધવાર સુધી સપ્ટેમ્બર મહિનામાં ૯૬૦ મીમી સુધીનો વરસાદ થઇ ચુક્યો છે. મુંબઈમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે મુંબઈના અનેક વિસ્તારોમાં સેવા ખોરવાઈ ગઈ છે.