મુંબઈમાં માસ્ક બાબતે મહિલાએ બીએમસી માર્શલને ફટકારી
મુંબઈ: મહારાષ્ટ્રમાં એક તરફ કોરોના વાયરસના રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ લોકો કોરોના વિસ્ફોટ વચ્ચે પણ ખૂબ બેદરકાર બની રહ્યા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસને પગલે માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યાં સુધી કે માસ્કના નિયમનું કડક પાલન કરવવા માટે બીએમસી તરફથી અનેક જગ્યાએ માર્શલ તૈનાત કરવામાં આવ્યા છે. આવા જ એક માર્શલ સાથે મારપીટનો વીડિયો સામે આવ્યો છે.
સોશિયલ મીડિયામાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં માર્શલે એક મહિલાને માસ્ક ન પહેવા બદલ રોકી તો તેણીએ માર્શલ પર હુમલો કરી દીધો હતો. મહિલાએ માર્શલે લાતો અને મૂક્કા માર્યા હતા. ઑટો રિક્ષામાં માસ્ક પહેર્યાં વગર બેસવા જઈ રહેલી એક મહિલાને માર્શલે રોકી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. મહિલાએ માર્શલ સાથે ગેરવર્તન કરતા તેને જાહેરમાં થપ્પડ પણ મારી દીધી હતી. મહિલાનું કહેવું હતું કે તેણીને રોકવાની હિંમત કેવી રીતે કરવામાં આવી? માર્શલની હિંમત કેવી રીતે થઈ કે તેણીને સ્પર્શ કરે? માર્શલ સાથે મારામારીને વીડિયોમાં જાેઈ શકાય છે કે મહિલા લાતો વરસાવી રહી છે
છતાં બીએમસીની કર્મચારીએ તેને પકડી રાખી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં માસ્ક ન પહેરવા પર ૨૦૦ રૂપિયાનો દંડ ચૂકવવો પડે છે. પ્રાપ્ત વિગત પ્રમાણે શુક્રવારે મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના ૨૫,૬૮૧ કેસ સામે આવ્યા છે. ગત વર્ષે કોરોના મહામારી પછી સામે આવેલા આ બીજા સૌથી વધારે કેસ છે. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે કહ્યુ છે કે જાે લોકો કોરોના નિયમોનું પાલન નહીં કરે તો ભવિષ્યમાં નિયમો વધારે કડક કરવામાં આવશે. લૉકડાઉન પણ એક વિકલ્પ હોઈ શકે છે.
આ દરમિયાન મહારાષ્ટ્રે પોતાના અમુક જિલ્લાઓમાં ઝડપથી વધી રહેલા કેસોને અટકાવવા માટે લૉકડાઉનનો ર્નિણય કર્યો છે. રાજ્યમાં અલગ અલગ પ્રકારન નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ક્યાંક લૉકડાઉન છે તો ક્યાંક નાઇટ કર્ફ્યૂ. આ ઉપરાંત મુંબઈ પોલીસ નિયમ તોડવા પર ભારે દંડ વસૂલ કરી રહી છે. પોલીસને એવી પણ સૂચના આપવામાં આવી છે કે લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળતા રોકવામાં આવશે.