મુંબઈમાં મેઘનું તાડવ-૧૧ ફલાઈટો રદ, રેલ્વેને ઘેરી અસર
૭ ફલાઈટોના રૂટ ડાયવર્ટ, ૧૧ ફલાઈટો રદ, રેલ્વેને ઘેરી અસરઃ હજારો મુસાફરોનો અધવચ્ચે ટ્રેઈનો રોકાતા જીવ તાળવેઃ રેલ્વે પ્રશાસન તરફથી ચા-બિસ્કુટ આપવામાં આી રહ્યા છે.ઃસમગ્ર મુંબઈ જળબંબાકારઃ જનજીવન અસ્તવ્યસ્ત-રેલ્વે ટ્રેક પર પણ ર થી ૩ ફૂટ પાણી |
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ : મુંબઈ-માયાવીનગરી, પર મેઘરાજાની મહેર નહીં પણ કહેર થઈ છે. ગઈકાલથી શરૂ થયેલા ભારે વરસાદ આજે પણ અટકવાનું નામ લેતો નથી. મુંબઈના અનેક રસ્તાઓ ઉપર પાણીના વ્હેણ વહી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારાના ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાનું જાણવા મળે છે. ભારે વરસાદને કારણે અનેક ફલાઈટોના રૂટ ડાયવર્ટ કરાયા છે. તથા ૧૧ જેટલી ફલાઈટો રદ કરાઈ છે. રેલ્વે ટ્રેક પર પાણી ભરાતા રેલ સેવા પણ પ્રભાવિત થઈ હોવાનું જાણવા મળે છે. અનેક ટ્રેનોના રૂટ ડાઈવર્ટ કરવામાં આવ્યા છે.
મુંબઈના સાયન, જાગેશ્વરી, અંધેરી, દાદર, ચેમ્બુરમાં અત્યારે ભારે રસાદ વરસી રહ્યો છે. રસ્તાઓ ઉપર તથા નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ભરાયા છે. રસ્તાઓ ઉપર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈગયો છે. અને જાગેશ્વરી લીંક રોડ ઉપર ઘુંટણસમા પાણી ભરાતા, વાહન વ્યવહાર અટકી ગયો છે.
સમગ્ર મુંબઈને વરસાદે પાણી પાણી કરી દીધું છે. દરિયાકિનારે ફરવા જતાં લોકોને હમણા દરિયા કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે.
આખી રાત વરસાદ ચાલુ રહેવાથી સવારે શાળાએ જતાં બાળકો ને તથા સરકારી કર્મચારીઓને ભારે મુશ્કેલી પડી હતી. પરાની લોકલ ટ્રેનો ટ્રેક પર પાણી ભરાયા હતા. જેના કારણે ટ્રેનો ખુબ જ ધીમી ગતિએ ચાલતી હતી તેમજ કેટલીક ટ્રેઈનો રદ કરતાં લોકલના સ્ટેશનો પર અફડાતફડીનો માહોલ જાવા મળે છે. ચેમ્બુર, સાયન, જાગેશ્વરી,ંઅંધેરી, દાદરમાં પાણી ભરાયાના સમાચાર છે. વડાલા-કુર્લા, હિંદમાતા પર પવન સાથે વરસાદના ઝાપટા પડી રહ્યા છે.
દરિયામાં ભારે પવન હોવાથી તથા દરિયામાં મોજા ઉછળતા લોકોને દરિયા પર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સમગ્ર મુંબઈ, પાણીમાં ડૂબી રહ્યુ હોય એવા દ્રષ્યો જાવા મળે છે. મુંબઈના કલ્યાણ વિસ્તારમાં અત્યારે પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ઠેર ઠેર ઘુંટણસમા પાણી ભરાયા છે.ે
મુંબઈમાં પડેલ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. માર્કેટો બજારો, દુકાનો બંધ છે. રસ્તાઓ ઉપર દોઢ-દોઢ ફૂટ પાણી ફરી વળ્યા છે. બેસ્ટની બસો પણ ચાલી શકતી નથી. રસ્તાઓ જાણે સમુદ્ર ન બન્યા હોય એેવા દ્રષ્યો જાવા મળે છે. રેલ્વ્ ટ્રેક પર ૩-૪ ફૂટ પાણી ફરી વળતા ટ્રેનોને સુરક્ષીત સ્થળે રોકવામાં આવી રહી છે. રેલ્વેમાં મુસાફરી કરી રહેલા હજારો મુસાફરો ફસાયા હોવાનું જાણવા મળે છે. મંંબઈમાં હજુ ભારે વરસાદની આગાહી છે. દરિયો તોફાની બની રહ્યો છે ત્યારે ત્યાંના લોકો પ્રાર્થના કરી રહ્યા છે ‘મેઘરજા ખમૈયા કરો’