Western Times News

Gujarati News

મુંબઈમાં મેટ્રો કાર સેડ વૃક્ષોને કાપવાની સામે બચ્ચનની નિંદા થઇ

વન્યોના વૃક્ષોને કાપવાની સામે જારદાર વિરોધ શરૂ
મુંબઈ, મુંબઈમાં મેટ્રો કાર સેડ માટે આરે વન્યના વૃક્ષોને કાપવાની સામે જાેરદાર વિરોધ પ્રદર્શનની શરૂઆત થઇ ગઇ છે. બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ પોતાના એક ટ્‌વિટ ઉપર લોકોની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. બાગબગીચા અને વન્ય વિસ્તારમાં અંતર હોવાની વાત કરીને લોકો વાંધો ઉઠાવી રહ્યા છે. અમિતાભ બચ્ચને મેટ્રો સુવિધાની પ્રશંસા કરતા લોકોને પ્રદૂષણ સામે લડવા માટે બાગબગીચામાં વૃક્ષ લગાવવાની સલાહ આપી હતી જેને લઇને અમિતાભ બચ્ચન સામે લોકોમાં નારાજગી જાવા મળી રહી છે. આરે બચાવો અભિયાનમાં સામેલ રહેલા લોકોએ અમિતાભના આવાસની સામે જારદાર દેખાવો કર્યા છે.

અમિતાભ બચ્ચને મંગળવારના દિવસે ટ્‌વિટ કરીને કહ્યું હતું અને વૃક્ષો લગાવવાની સલાહ આપી હતી. અમિતાભે ટ્‌વિટ કરીને કહ્યું હતું કે, તેમના એક મિત્રની સામે ઇમરજન્સી હતી. આ વ્યક્તિએ કારની જગ્યાએ મેટ્રો લેવાનો નિર્ણય કર્યો હતો. ખુબ પ્રભાવિત થઇને તેઓ પરત આવ્યા હતા. મેટ્રો ઝડપી સુવિધાજનક અને સક્ષમ છે. બીગ બી દ્વારા માત્ર મેટ્રોની જ પ્રશંસા કરવામાં આવી ન હતી બલ્કે લોકોને પ્રદૂષણથી બચવાની પણ સલાહ આપી હતી.

આજ ટ્‌વિટમાં અમિતાભે કહ્યું છે કે, પ્રદૂષણથી બચવા માટે વૃક્ષો લગાવવાની જરૂર છે. તેઓએ પોતે પોતાના બગીચામાં વૃક્ષો લગાવ્યા છે. લોકોએ પણ આ દિશામાં આગળ આવવું જાઇએ. ટિકાટિપ્પણીમાં લોકોએ કહ્યું છે કે, અમિતાભને આ વાત સમજવાની જરૂર છે કે, મુંબઈમાં બાગબગીચા હવે માત્ર અબજાપતિ લોકોની પાસે જ છે. વૃક્ષો અને બગીચાના સંદર્ભમાં લોકોએ કહ્યું છે કે, ગ્રીન કવર અને બગીચામાં અંતરને સમજવા માટે આરેમાં જવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.