મુંબઈમાં સેક્સ રેકેટનો પર્દાફાશઃ બોલીવુડની અભિનેત્રીની ધરપકડ કરાતા ચકચાર

બીગ બોસ-૧૩માં સ્પર્ધક રહેલા અભિનેતા અરહાનની પૂર્વ ગર્લફ્રેન્ડની ધરપકડ થતા હાઈપ્રોફાઇલ કેસની ચર્ચા
નવી દિલ્હી, મુંબઈ પોલીસે ગોરેગાંવની એક ફાઈવસ્ટાર હોટલમાં હાઈપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સંદર્ભમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલામાં બોલીવુડની અભિનેત્રી અને મોડલ સામેલ છે. અભિનેત્રી અમૃતા ધનોવા બીગ બોસ-૧૩માં સ્પર્ધક રહી ચુકેલા અભિનેતા અરહાન ખાનની ગર્લફ્રેન્ડ તરીકે રહી ચુકી છે.
પોલીસ અધિકારીઓએ માહિતી આપતા કહ્યું છે કે, બાતમીના આધાર ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા અને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. બોલીવુડ અભિનેત્રી અમૃતા ધનોવા અને મોડલ રિચા સિંહની ધરપકડ કરવામાં આવી છે. બંને ઉપર હોટલોમાં યુવતીઓને વેશ્યાવૃત્તિ માટે મોકલવાના આરોપ મુકવામાં આવ્યા છે. ઓપરેશનને પાર પાડવા માટે બનાવટી ગ્રાહકને હોટલમાં મોકલવામાં આવ્યા હતા. આ લોકોએ યુવતીઓના સપ્લાયર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ પોલીસે દરોડા પાડીને બે યુવતીઓને પકડી લીધી હતી. સાથે સાથે બે યુવતીઓને મુક્ત પણ કરાવી હતી.
અમૃતાએ દાવો કર્યો છે કે, અરહાન પાંચ વર્ષ સુધી તેની સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહી ચુક્યો છે. વિશ્વાસઘાત અને પૈસા આંચકી લેવાના કારણે અરહાન સાથે સંબંધ તોડી દીધા હતા. અમૃતાએ એક ઇન્ટરવ્યુમાં અરહાનના શોમાંથી બહાર થયા બાદ ફરી એકવાર કાયદાકીય પ્રક્રિયાને આગળ વધારવાની વાત કરી છે. રિચા સિંહ નામની એક યુવતીને પણ પકડી પાડવામાં આવી છે. તમામ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બનાવથી મુંબઈમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઉંડી શોધખોળ હાલમાં ચાલી રહી છે. અન્ય વિગતો ખુલી શકે છે.