મુંબઈમાં ૧૪ કરોડ રુપિયાના ચરસ જપ્તી કેસમાં આરોપીની શ્રીનગરથી ધરપકડ
મુંબઈ, દહિંસરમાં ગત ઓકટોબર મહિનામાં ૧૪ કરોડ ૪૦ લાખ રૃપિયાની રિંમતનો ચરસનો જથ્થો મળવાના મામલામાં મુખ્ય આરોપીની શ્રીનગરથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેસમાં પહેલા એક જ પરિવારના ૪ જણ પકડાયા હતા.
પોલીસે શ્રીનગરની ગુલઝાર અહમદ ખાન (ઉ?વ.૪૦)ની ધરુકડ કરી વધુ તપાસ આદરી છે. અગાઉ એન્ટી નાર્કોટિક્સ સેલની વરલી યુનિટે તેને પકડયો હતો.
દહિંસર પોલીસ ચૌકી નજીક ગત વર્ષે ઓકોટબરમાં પોલીસે માહિતીના આધારે છટકું ગોઠવીને એક કાર અટકાવી હતી. પછી કારની તાપસ કરતાં ૧૪ કરોડ ૪૦ લાખ રૃપિયાની કિંમતનો ચરસ, રોકડ સરકમ, મોબીાઈલ ફોન મળી આવ્યા હતા. કારમાં નશીલો પદાર્થ સંતાડવા વિશેષ જગ્યા બનાવવામાં આવી હતી. આ કેસમાં પતિ, પત્ની, તેમની પત્ની સહિત ૪ જણની ધરપકડ કરાઈ હતી. આરોપીઓ ચરસ જમ્મુ-કાશ્મીરથી લાવ્યા હોવાનું પોલીસને પૂછપરછમાં માલૂમ પડયું હતું.HS