Western Times News

Gujarati News

મુંબઈ-અમદાવાદની બુલેટ ટ્રેન 2027 થી દોડવાની શરૂ કરશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જાપાનની હાઈસ્પીડ ટ્રેન શિંકાનસેનને ભારતીય પરિસ્થિતિઓના હિસાબે ઢાળવામાં આવશે

અમદાવાદ,  મુંબઈ-અમદાવાદની વચ્ચે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે મોટા અપડેટ સામે આવ્યા છે. આ રુટ પર બુલેટ ટ્રેન ૨૦૨૭ થી સામાન્ય લોકો માટે દોડવાની શરૂ કરશે. તેનું પહેલુ ટ્રાયલ વર્ષ ૨૦૨૬માં થશે. આ ઉપરાંત ભારતના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જાપાનની હાઈસ્પીડ ટ્રેન શિંકાનસેન (ભારતમાં બૂલેટ ટ્રેન) ને ભારતીય પરિસ્થિતિઓના હિસાબે ઢાળવામાં આવશે.

શિકાંનસેન ટ્રેનમા બદલાવ કરીને આ બુલેટ ટ્રેન પરિયોજના માટે મોકલવામા આવશે. ભારતનું તાપમાન, ધૂળ અને ભારના હિસાબે આ ટ્રેનમાં બદલાવ કરવામા આવી રહ્યાં છે. ખબર મુજબ, (NHSRCL)નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના ડાયરેક્ટર સતીષ અગ્નિહોત્રીએ જણાવ્યુ કે, આ પરિયોજના ૨૦૨૭ માં સુરત બિલિમોરાની વચ્ચે ૪૮ કિલોમીટરના ખંડને પૂરા કરવા માટે તૈયાર છે.

પ્રોજેક્ટની પહેલી ટ્રાયલ એક વર્ષ પહેલા કરવામાં આવશે. જાેકે, આ પરિયોજના મહારાષ્ટ્રમાં ભૂમિ અધિગ્રહણના મુદ્દાઓને કારણે અટકી પડી છે. સતીષ અગ્નિહોત્રીએ કહ્યું કે, આપણને હાલ જાપાનમાં ચાલી રહેલા ઈ૫ શિકાંનસેન સીરિઝની ટ્રેન મળવાની છે. ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સૌથી પહેલા આવનારી ઈ૫ સીરિઝ ટ્રેન હિટાચી અને કાવાસાકી હેવી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા નિર્મિત જાપાની શિકાંનસેન હાઈસ્પીડ ટ્રેનનો જ એક પ્રકાર છે.

આ ટ્રેન ૩૨૦ કિમી પ્રતિ કલાકની ગતિતી દોડવાની ક્ષમતા ધરાવે છે અને ૩.૩૫ મીટર પહોળી છે. આ પ્રકારની ટ્રેનોમાં સૌથી પહોળી ટ્રેન માત્ર ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં જ ઉપલબ્ધ છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર, જાપાની કંપની ભારતીય વાતાવરણ મુજબ તેને ઢાળવાનો પ્રયાસ કરી રહી છે. જેમ કે, તે ભારતીય વજન ઢાળવામાં સક્ષમ હોય. કેમ કે, જાપાનીઓનું વજન ઓછું હોય છે.

ભારતમાં બુલેટ ટ્રેન ૩૨૦ કિમી પ્રતિ કલાકની સ્પીડથી દોડવાની આશા છે. જેનાથી તે ૫૦૮ કિલોમીટરનું અંતર લગભગ બે કલાકમાં પુરુ કરી લેશે. તેની સરખામણીમાં હાલ આ અંતર કાપવામાં ભારતીય ટ્રેનોને ૭ કલાકનો સમય લાગે છે. જ્યારે કે, વિમાન લગભગ એક કલાકમાં પહોંચાડી દે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.