મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ પર બેઠક યોજાઇ
નવીદિલ્હી, રેલ્વે, સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટના અમલીકરણ સંબંધિત તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા અને ર્નિણય લેવા માટે ભારતીય પક્ષ તરફથી ૧૪મી સંયુક્ત સમિતિની બેઠકની સહ-અધ્યક્ષતા કરી.
જાપાનના વડા પ્રધાનના વિશેષ સલાહકાર ડૉ. મોરી મસાફુમીએ જાપાની પક્ષ તરફથી બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન પ્રોજેક્ટની પ્રગતિ અંગે પ્રેઝન્ટેશન અને વિડિયો ફિલ્મ બતાવવામાં આવી હતી. વધુમાં, પરસ્પર નિરાકરણ અને પ્રોજેક્ટના લક્ષ્યાંકિત કમિશનિંગ માટે ભંડોળ, કરાર અને અમલીકરણ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ભારત સરકાર અને જાપાન સરકાર વચ્ચેની સંયુક્ત સમિતિની બેઠક પરસ્પર હિતો અને લાભોના પ્રોજેક્ટને આગળ વધારવા માટે સર્વોચ્ચ સલાહકાર સંસ્થા છે. જાપાન સરકાર એમએએચએસઆર પ્રોજેક્ટ્સને સોફ્ટ લોન અને ટેકનિકલ અને નાણાકીય સહયોગ સાથે ભંડોળ આપવા માટે પ્રતિબદ્ધ છે.
મીટિંગ ફળદાયી અને અર્થસભર હતી અને પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા માટે વ્યૂહાત્મક મુદ્દાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બંને પક્ષો પ્રોજેક્ટના સર્વાંગી હિતમાં માનનીય પ્રધાનમંત્રીના વન પ્રોજેક્ટ-વન ટીમના દૃષ્ટિકોણ સાથે કામ કરવા સંમત થયા હતા.HS2KP