મુંબઈ કાંદીવલીમાં શ્રી સાઈ સચિદાનંદ મંદિરમાં આગ
મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈના કાંદીવલીમાં સ્થિત શ્રી સાઈ સચિદાનંદ મંદિરમાં શનિવાર મોડી રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યે અચાનક આગ લાગી ગઈ. આગ એટલી ભયાનક હતી કે અંદર સૂઈ રહેલા પૂજારીઓને બહાર આવવાની તક જ ન મળી.
આ ઘટનામાં આગથી દાઝી જવાના કારણે બે પૂજારીઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે એક અન્ય પૂજારીને ગંભીર હાલતમાં સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી જાણકારી મુજબ, કાંદીવલીના ચારકોપમાં શનિવાર મોડી રાત્રે શ્રી સાઈ સચિદાનંદ મંદિરમાં અચાનક આગ લાગી ગઈ.
ઘટનાના સમયે મંદિરમાં મંદિરના સંસ્થાપક યુવરાન પવાર, સુભાષ ખોડે એન મોનૂ ગુપ્તા ત્રણેય સૂઈ રહ્યા હતા. જ્યારે આ લોકોને આગ લાગવાની જાણ થઈ તો તેણે ઊભા થઈને આગથી બચીને મંદિરની બહાર જવાનો પ્રયાસ કરવા લાગ્યા.
પરંતુ મંદિરને તાળું મારેલું હોવાના કારણે ત્રણ મંદિરની અંદર જ ફસાઈ ગયા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ત્રણેય પૂજારીઓથી મંદિરનું તાળું ન ખુલ્યું, જેના કારણે ત્રણેય લોકો આગની જ્વાળાઓમાં ફસાઈ ગયા. આ દુર્ઘટનામાં યુવરાજ પવાર અને સુભાષ ખોડેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
બીજી તરફ મોનૂ ગુપ્તાને ગંભીર હાલતમાં શતાબ્દી હૉસ્પિટલ મુંબઈમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની ઘટનાની જાણકારી મળતા ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો અને ત્રણેય પૂજારીઓને બહાર કાઢ્યા. અત્યાર સુધીની તપાસમાં સ્પષ્ટ નથી થયું કે મંદિરમાં આગ કેવી રીતે લાગી. પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે.