મુંબઈ ખાતે યોજાયેલા સ્નેહમિલન અને એવોર્ડ સેરેમનીમાં દાનહના પીન્કી ખીમનાનીને બેસ્ટ ઉદ્યમી અને સોશિયલ વર્કર તરીકેનો એવોર્ડ
(પ્રતિનિધિ) વલસાડ, સિંધી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દેશના વિવિધ રાજયમાં રહેતા સિંધી સમાજના અગ્રણીઓ અને નામાંકિતો માટે ખાસ મુંબઈ ખાતે સ્નેહ મિલન સાથે એવોર્ડ સેરેમની ર૦૧૯ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાદરાનગર હવેલીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સિંધી સમાજના પ્રમુખ ભરત અજવાનીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈ અને દાદરા નગર હવેલીમાં વિવિધ સંસ્થાઓ સાથે જાડાયેલ પ્રતિનિધિઓનું સન્માન કરી અલગ અલગ એવોર્ડ આપવામાં આવ્યા હતા. પીન્કી ખીમનાની દાદરા નગર હવેલીમા ઘણા લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીઝ સાથે જાડાયેલ છે, એમણે મહિલાઓને રોજગારી સાથે એમના સ્થાનિક પ્રશ્રોના નિરાકરણ પણ કર્યા છે. દાદરા નગર હવેલીમાંથી મહિલા ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ અને સમાજ સેવિકા પીન્કી શીતલ ખીમનાનીને બેસ્ટ ઉદ્યમી એન સોશિયલ વર્કર તરીકેનો એવોર્ડ અમૃત ફડણવીસના હસ્તે આપવામાં આવ્યો હતો. સિંધી સમાજના ઉદ્યોગપતિઓ તેમજ સમાજ સાથે વિવિધ પ્રવૃત્તિમાં જાડાયેલ રિયલ એસ્ટેટ, ફેશન ડિઝાઈનર, ટીવી ઈન્ડસ્ટ્રીઝ, ફાયનાન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ પ્રતિનિધિઓને પણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, સ્પોટ્ર્સ અને યુથ શિક્ષણમંત્રી આશિષ સેલાર, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી કરિશ્મા કપુર, ટીવી સિરિયલમાં કામ કરતા કલાકારો સહિત સિંધી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.*