મુંબઈ જતી ફલાઈટો મોડી ઉપડતા પ્રવાસીઓ મુશ્કેલીમાં
(પ્રતિનિધિ) અમદાવાદ : મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ગઈકાલ સવારથી જ ભારેથી અતિભારે વરસાદ પડી રહયો છે જેના પરિણામે જનજીવન ખોરવાયું છે અને વાહન વ્યવહારને પણ અસર પડી છે ગઈકાલ સાંજથી મુંબઈમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે વિજીબીલીટી સાવ ઓછી થઈ જતા હવાઈ સેવા પણ ખોરવાઈ ગઈ છે જેના પરિણામે આજે સવારે અમદાવાદથી ઉપડતી નવ જેટલી ફલાઈટો મોડી પડતાં એરપોર્ટ પર પ્રવાસીઓનો ભારે ધસારો જાવા મળી રહયો છે.
આ અંગેની વિગત એવી છે કે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગઈકાલ બપોર બાદ ભારેથી અતિભારે વરસાદ પડવાનો શરૂ થયો છે જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા આ ઉપરાંત મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદના પગલે વીજીબીલીટી સાવ ઓછી થઈ ગઈ છે.
જેના પરિણામે મુંબઈથી ઉપડતી અને આવતી તમામ ફલાઈટોના શિડયુલ ખોરવાઈ ગયા છે જેના પરિણામે પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદથી મુંબઈ જતી સવારની તમામ ફલાઈટો એક કલાકથી વધુ સમય મોડી ચાલી રહી છે જેના પરિણામે અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓનો જમાવડો થઈ ગયો છે એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા વધી જતાં અરાજકતાના દ્રશ્યો સર્જાયા છે એરલાઈન્સ કંપનીઓના અધિકારીઓ પણ સતત એરપોર્ટ પર સુચનાઓ આપતા જાવા મળી રહયા છે બપોર થતાં સુધીમાં પરિસ્તિતિ યથાવત થઈ જશે તેવુ જાણવા મળી રહયું છે
પરંતુ વરસાદ ઓછો થાય અને વિજીબીલીટી કિલયર થાય તો જ ફલાઈટો રવાના કરવામાં આવશે તેવુ જાણવા મળી રહયું છે પરંતુ હાલમાં અમદાવાદ એરપોર્ટ પર મુંબઈ જતી ફલાઈટો મોડી પડતાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.